56ની છાતીની મર્દાનગી: પાક.માં ઘૂસી 350 આતંકીને ફૂંકી માર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

56ની છાતીની મર્દાનગી: પાક.માં ઘૂસી 350 આતંકીને ફૂંકી માર્યા


મોદી સરકારે સૈન્યને છૂટોદોર આપ્યા બાદ એરફોર્સનું પરાક્રમ 

નવી દિલ્હી, તા.26 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

પુલવામા હુમલાનો બદલો લેવા સૈન્ય-એરફોર્સે મળીને પાકિસ્તાની સરહદે આવેલા આતંકી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા હતા, આ હવાઇ હુમલામાં આતંકીઓના કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

એવા અહેવાલો છે કે આ હુમલામાં આતંકીઓના અનેક કેમ્પોનો ખાતમો બોલાવવામાં આવ્યો અને આશરે ૩૫૦થી વધુ આતંકીઓ પણ માર્યા ગયાના અહેવાલો છે. આ ઓપરેશન સરહદેથી ૭૦ કિ.મી. દૂર પાક.માં પાર પાડવામાં આવ્યું હતું. આતંકીઓને એક ફાઇવ સ્ટાર જેવા કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. ભારતીય સૈન્યએ હવાઇ હુમલો કર્યો હોવાનું પાકિસ્તાન સૈન્યએ પણ કબુલ્યું હતું. 

ગત ૧૪મીએ પુલવામામાં પાકિસ્તાની આતંકીઓએ કરેલા હુમલામાં સૈન્યના ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. જે બાદ બદલા માટે સરકાર પર દબાણ હતું, સરકારે પણ સૈન્યને છુટ આપી દીધી હતી. પરીણામે સૈન્યએ આ હુમલાનો બદલો લેવા હવાઇ હુમલા કરી દીધા હતા. ૧૯૭૧માં પાકિસ્તાનના બે ટુકડા કર્યા તે બાદ પહેલી વખત ભારતે પાકિસ્તાન પર હવાઇ હુમલા કર્યા છે.

પીઓકેના બાલાકોટમાં આવેલા પાકિસ્તાની આતંકીઓના કેમ્પોને ખતમ કરી દેવામાં આવ્યા છે. મોડી રાત્રે ૩.૪૫ કલાકે આ ઓપરેશન શરૃ થયું હતું અને માત્ર ૨૦ જ મિનિટમાં પાકિસ્તાની આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો. ઓપરેશન વહેલી સવારે ૪ વાગ્યે પૂર્ણ કરી લેવામા આવ્યું હતું. કેમ્પો પર એક હજાર કિલોના બોમ્બ ફેકી તેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. 

એવા અહેવાલો છે કે પુલવામા હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠને પોતાના આતંકીઓને સરહદેથી ખસેડીને બાલાકોટમાં એક વીઆઇપી કેમ્પમાં રાખ્યા હતા. જ્યાં સ્વીમિંગ પુલ સહીતની સુવિધા છે. આતંકીઓએ સરહદેથી ૭૦ કિમી અંદર આ આતંકીઓને એકઠા કરીને રાખ્યા હતા. જેની જાણકારી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને મળી હતી. જેના આધારે ભારતીય જવાનોએ બહાદુરી દેખાડી અને માત્ર ૨૦ જ મિનિટમાં ઓપરેશનને પાર પાડી અનેક આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. 

સૈન્યએ આ ઓપરેશન માટે યુદ્ધ વિમાન મિરાજનો ઉપયોગ કર્યો હતો. જે આતંકીઓનો ખાતમો બોલાવ્યો તેમાં કેટલાક તાલીમ આપનારા આતંકીઓ પણ હતા. ભારતીય સૈન્યની આ બહાદુરીને દેશે બિરદાવી હતી અને વિપક્ષ સરકાર બન્નેએ એક થઇને આ ઓપરેશન બદલ જવાનોના વખાણ કર્યા હતા. 

જૈશ પુલવામા જેવા આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતું

જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલો કર્યો હતો, ગુપ્તચર સંસ્થાઓ પાસેથી મળતી માહિતી અનુસાર તે આવો જ બીજો હુમલો કરવાની ફિરાકમાં હતું. જોકે તે પહેલા જ આતંકી સંગઠનના કેમ્પોનો ખાતમો બોલાવીને જૈશની કમર તોડી નાખી છે. કાશ્મીરમાં હાલ સૌથી વધુ હુમલા જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકી સંગઠન જ કરાવી રહ્યું છે. પીઓકેમાં હાલ તેના તાલિમ કેમ્પો પણ ચાલી રહ્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SwhC5K

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages