
દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
દેશમાં 4જીનો ઉપયોગ વધવાથી 2018માં ડેટા ટ્રાફિકમાં 109%નો વધારો થયો છે. મોબાઈલ બ્રોડબેન્ડ ઈંડિયા ટ્રૈફિકની રીપોર્ટ અનુસાર 2018 સુધીમાં દેશમાં 4જી ડેટાનો ઉપયોગ કરતાં લોકોની સંખ્યા 43.2 કરોડ હતી જ્યારે 4જી ડિવાઈસની સંખ્યા 33.5 કરોડ હતી. આ બંને આંકડા અમેરિકાની આબાદી કરતાં 33 % વધારે છે. વર્ષ 2017 સુધીમાં અમેરિકાની આબાદી 32.5 કરોડ હતી.
દેશમાં સસ્તા ડેટા પ્લાન અને 4જી ડિવાઈસની ઘટતી કીમતોના કારણે 4જી યૂઝર્સની સંખ્યામાં 137 ટકાનો વધારો થયો છે. દેશમાં મોટી સંખ્યામાં 3જી ગ્રાહકો 4જી તરફ વળી રહ્યા છે. દેશમાં 4જી કૈપેબલ ડિવાઈસની સંખ્યા 1.5 ગણી અને 3જી ડિવાઈસની સંખ્યામાં 1.2 ગણો વધારો થયો છે. 2016માં દેશમાં 4જી ડિવાઈસની સંખ્યા 12.8 કરોડ હતી જે 2017માં 21.8 કરોડ સુધી પહોંચી હતી જ્યારે 2018માં આ સંખ્યા 33.5 કરોડ હતી.
2018માં દેશમાં ડેટાની ખપત દર મહિને 69 ટકા વધી અને 10 જીબી સુધી પહોંચી ગઈ છે. એટલે કે દર મહિને એક યૂઝર 10 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. 2015ની સરખામણીમાં 2018માં ડેટાની ખપતમાં 12 ગણો વધારો થયો છે. વર્ષ 2015માં એક યૂઝર મહિનામાં માત્ર.8 જીબી ડેટાનો જ ઉપયોગ કરતો. જ્યારે હવે દરમાસ એક યૂઝર 10 જીબી ડેટા વાપરે છે. તેવા કારણે 2018માં દેશમાં મોબાઈલ ડેટા ટ્રેફિકમાં 109 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારાનું એક કારણ એ પણ છે કે છેલ્લા 5 વર્ષમાં 4જી ડેટાની કીમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BQYjhY
No comments:
Post a Comment