
વોશિંગ્ટન, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
આવનારા સમયમાં અમેરિકી કોલ સેન્ટરોમાં કામ કરતાં 1 લાખ લોકોને પોતાની નોકરીઓ ગુમાવવી પડી શકે છે. આ સંભાવના અમેરિકાની ચોથી સૌથી મોટી બેન્ક સિટીગૃપના સીઈઓ માઈકલ કોર્બેટએ વ્યક્ત કરી છે. આ બેન્કગૃપના દુનિયાભરમાં 2.09 લાખ કર્મચારી છે. કર્મચારીઓની સંખ્યા અને તેમના વળતર ઉપરાંત તેઓ વર્ષે 80 ડોલર એટલે કે અંદાજે 56,800 કરોડ રૂપિયાનો ખર્ચ આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ પર કરે છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે કંપનીઓમાં એઆઈના ઉપયોગથી ઘણા ફેરફાર થશે. તેના કારણે કસ્ટમર એક્સપીરિયંસ શ્રેષ્ઠ બનશે અને ગ્રાહકોના પ્રશ્નોના જવાબ દેવા પણ સરળ બનશે. આ ઉપરાંત તેમને વિવિધ સેવા આપવાનો ખર્ચ પણ ઘટશે. જો કે તેમ છતાં કેટલાક કામો એવા છે કે જેને કરવા માટે લોકોની જરૂર રહેશે. જો કે હાલ લોકોને નોકરી જવાના ભયથી નિરાશ થવાની જરૂર નથી.
એઆઈ અને મશીન લર્નિગનો ઉપયોગ વધવાથી લોકોનું માનવું છે કે તેના કારણે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓના અવસર ઘટશે. તેની સૌથી વધારે અસર બૈંકિંગ, આઈટી અને ઉદ્યોગક્ષેત્રમાં જોવા મળશે. જો કે નિષ્ણાંતો માને છે કે લોકોએ નોકરીઓ માટે ચિંતા કરવાની જરૂર નથી. એઆઈ તેમના જીવનને સરળ બનાવશે. તેઓ માણસની બુદ્ધિ ક્ષમતાના પૂરક બનશે પરંતુ તેનું સ્થાન નહીં લઈ શકે. એઆઈ માણસના મગજથી પ્રેરિત છે પરંતુ તેની બરાબરી કરી ન શકે.
સાયંટિસ્ટ ડો. પીટર બેંટલીના જણાવ્યાનુસાર એઆઈ ફેક્ટરી ઓટોમેશન કે રોબોટ જેવા નથી. તે ઈંટરનેટ જેવી એવી ટેકનોલોજી છે કે જે વિવિધ ઉદ્યોગોમાં નવી નોકરીઓ ઊભી કરશે. કંપ્યૂટર ડેવલપર, સેલ્સ, માર્કેટિંગ, વકીલ, ટીચર જેવા વ્યવસાયોમાં નોકરીની તકો ઊભી થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EcpfJo
No comments:
Post a Comment