લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 5 અને ભાજપે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 5 અને ભાજપે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર

લોકસભા ચૂંટણી માટે સોમવારે મોડી રાતે કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે પોતાની નવમી યાદીમાં 4 ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. ભાજપ તરફથી આસામની 1, કર્ણાટકની 2 અને ઉત્તરપ્રદેશની 1 બેઠક પર નામ નક્કી કરવામાં આવ્યાં છે. તો કોંગ્રેસે છત્તીસગઢની 2, ગોવાની 2 અને દમણ-દીવની 1 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે.

ઉત્તરપ્રદેશની હાથરસ બેઠકને લઇને ભાજપમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. જોકે બાદમાં ઇગલાસના ધારાસભ્ય બાલ્મીકિ દિલેરનું નામ નક્કી થયું હતું. આસામની નોગાંગ બેઠક પર રૂપક શર્મા, કર્ણાટકની બેગાલુરુ ગ્રામીણ બેઠક પર અશ્વંત નારાયણ અને બેંગાલુરુ સાઉથ બેઠક પર તેજસ્વી સૂર્યાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

કોંગ્રેસે દમણ-દીવ બેઠક પરથી કેતન પટે, નોર્થ ગોવા બેઠક પર ગિરીશ ચોડનકર, સાઉથ ગોવા બેઠક પર ફ્રાન્સિસ્કો સરદિન્હા, છત્તીસગઢની કોરબા બેઠક પર જ્યોત્સના મહંત અને દુર્ગ બેઠક પર પ્રતિમા ચંદ્રાકરના નામની જાહેરાત કરી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSEkUb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages