ડીસા, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
શિયાળાની કડકડતી ઠંડીએ હજુ તો હમણા જ વિદાય લીધી છે ત્યારે ડીસા વાસીઓને ગરમીના ટોર્ચરીંગ માટે તૈયાર થઈ જવું પડયું છે. ડીસા શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પહોંચતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે.
જોકે હાલમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેન ાલીધે હાલથી જ લોકોએ બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળતા જોવા મળી રહ્યા છે. જ્યારે હવામાન વિબાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યા અનુસાર ડીસામાં ૪૦.૦ ડિગ્રી, પાલનપુરમાં ૪૧.૦ ડિગ્રી, અમીરગઢમાં ૪૧.૦ ડિગ્રી, અંબાજીમાં ૪૦.૦ ડિગ્રી, આબુરોડ ૪૧.૦ ડિગ્રી, ઈડરમાં ૪૨.૦ ડિગ્રી, મહેસાણામાં ૩૯.૦ ડિગ્રી, ઊંઝામાં ૩૯.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૩૯.૦ ડિગ્રી, પાટણમાં ૪૨.૦ ડિગ્રી , મોડાસામાં ૪૨.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૩૯.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૪૨.૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યુ ંહતું.
જ્યારે ઉનાળાની શરૃઆત થઈ ચુકી છે અન ેદર વર્ષની જેમ ગરમી હવે તેનો અસલ મિજાજ બતાવી રહી છે. ત્યાર ેબનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ વખતે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી થતા નગરજનોએ ગરમ લૂ નો અહેસાસ કર્યો હતો. ડીસામાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી જતા આગામી સમયમાં ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ છે. ડીસામાં અત્યારે સવારના દશ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂ નો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આજનું ડીસાનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જોકે આગામી સમયમાં બનાસકાંઠા વાસીઓને વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TD96md
No comments:
Post a Comment