પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત

પાલનપુર તા.28 માર્ચ 2019, ગુરૂવાર

પાલનપુરના પારપડા રોડ ઉપર  આવેલ મલેક નગરમાં એક શ્રમજીવી પરીવારની દોઢ વર્ષની બાળકીનું પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાના કારણે શંકાસ્પદ મોત નીપજતા એરેરાટી વ્યાપી જવા પામી હતી. દોઢ વર્ષની બાળકીની ઊંચાઈ પાણીની ડોલ કરતા વધુ હોઈ મોત શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ જ મોતનુ સાચુ કારણ માલૂમ પડશે.

પાલનપુરના પારપડા રોડ ઉપર આવેલ મલેકનગરમાં રહેતા અને છૂટક મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા રણજીતસિંહની દોઢ વર્ષની પુત્રી સોનલનું ગુરૃવારે સાબુવાળા પાણી ભરેલી ડોલમાં શ્વાસ રૃંધાવાના કારણે મોત નીપજ્યું હતું. બપોરના સમયે રણજીતસિંહ કામે ગયા હતા તેમના પત્ની ઘરકામ કરતા હતા તે સમયે તેમની દોઢ વર્ષની પુત્રી સોનલ આંગણામાં રમતા રમતા બાથરૃમમાં પડેલી પાવડરનું પાણી ભરેલી ડોલમાં પડી જતા પાણીમાં શ્વાસ રૃંધાવાના કારણે બેભાન થઇ જતા તેની માતા અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં બાળકીને સારવાર અર્થે તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરીવારના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

જોકે પાલનપુરમાં છ દિવસ અગાઉ પણ એક છ વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું જે બાદ આજે પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી એક માસુમ બાળકીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

છ દિવસમાં બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ

પાલનપુરમાં છેલ્લા છ દિવસમાં બે અલગ અલગ ઘટનામાં બે બાળકોના પાણીમાં ડુબી જવાના કારણે મોત થયા છે જેમાં ગત શનિવારે શહેરના અંબિકાનગર માં ભાઈના ઘરે રોકાયેલ એક રાજસ્થાની દિવ્યાંગ દંપતિના છ વર્ષિય પુત્ર પાણી ભરેલી કુંડીમાં ડુબી જતા મોત ને ભેટયો હતો જે બાદ આજે ગુરૃવારના રોજ શહેરના પારપડા રોડના મલેક નગરમાં એક શ્રમજીવી પરીવારની દોઢ વર્ષની બાળકી પાવડર વાળા પાણી ભરેલી ડોલમાં ડુબી જતા તેનું કરૃણ મોત નિપજ્યું હતું જોકે છ દિવસમાંબે માુમ બાળકો ના આકસ્મિક મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzmqeU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages