
વિશ્વમાં માખીઓની સેંકડો જાતો છે પરંતુ વૈજ્ઞાનિકોએ માણસના અંગુઠા જેવડી વિશ્વની સૌથી મોટી માખી શોધી છે. આ માખી મોટા કાળા કિડા જેવી અને જડબા ખૂબજ મજબૂત હોય તેવી જણાય છે. છેલ્લા ૩૮ વર્ષથી આ માખીની પ્રજાતિ જોવા મળતી ન હતી હવે તેને ઇન્ડોશિયા દેશના નોર્થ મોલ્કયૂલશ ટાપુ પરથી મળી આવી છે. ફોટોગ્રાફરે તેની પ્રથમ ઇમેજ કેમેરામાં કેદ કરી ત્યારે તેના આનંદની સીમા રહી ન હતી. આ ટાપું પર હજું લૂપ્ત થતી જતી અનેક જીવોની પ્રજાતિ ઓ મળી આવે તેવી શકયતા છે.
નવાઇની વાત તો એ છે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના જીવ વિજ્ઞાાનીઓની એક ટીમે શોધખોળ પાછળ ખૂબજ સમય અને શકિત ખર્ચ કર્યા પછી માત્ર એક માખી મળી છે. જાન્યુઆરી મહિનામાં સંશોધકોની ટીમે આ માખીની શોધમાં નિકળી હતી. આ માખીનું નામ રાખવામાં આવ્યું છે જે પર્યાવરણવાદી અને સંશોધક રસેલ વેલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૮૫૮માં આ બ્રિટીશ સંશોધકે પ્રથમ વાર આ માખી વિશે શોધ કરી હતી.
પછી આ માખીના બ્રિડિંગને કોઇએ જોયું હોય તેવું નોંધાયું નથી. વેલેસ -જાઇન્ટ બી માખી જયારે ઉડતી હતી ત્યારે તેની ૬ સેમી લાંબી પાંખોમાંથી નિકળતો તેજ ધ્વની કાનમાં સ્પષ્ટ સાંભળી શકાય તેવો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ માખી કાન અને માથા નજીકથી પસાર થઇ તે એક અદ્ભૂત અનુભવ હતો. માદા માખી ઉધઇના રાફડામાં તેનું દર બનાવે છે.
ઉધઇથી બચવા માટે જડબાની મદદથી વૃક્ષમાંથી નિકળતા ચિકણા પદાર્થને એકઠોલ કરીને પોતાના દરનું રક્ષણ કરે છે. આ તરાઇના વિસ્તારોમાં પણ મળી આવતી હોવાનું માનવામાં આવે છે. ગ્લોબલ વાઇલ્ડ લાઇફ કંજર્વેશનના જણાવ્યા મુજબ લૂપ્ત થતી જતી પ્રજાતિઓની શોધ માટે એક અભિયાન ચલાવે છે માણસના અંગુઠા જેવડી જાયન્ટ માખીની શોધ આ શોધ અભિયાનનો જ એક ભાગ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EeKYQZ
No comments:
Post a Comment