શાંતિપૂર્ણ ચર્ચા પછી અભિનંદનને છોડીશું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

શાંતિપૂર્ણ ચર્ચા પછી અભિનંદનને છોડીશું

ઇસ્લામાબાદ તા.28 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર 

પાકિસ્તાને પોતાના કબજા હેઠળના ભારતીય હવાઇ દળના પાઇલટ અભિનંદનને મુક્ત કરવા સામે એવી શરત મૂકી હતી કે શાંતિપૂર્ણ ચર્ચા કરવા યોગ્ય વાતાવરણ સ્થપાય ત્યારબાદ અમે તમારા પાઇલટને મુક્ત કરીશું.

પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ એવો દાવો કર્યો હતો કે તમારો પાઇલટ અમારે ત્યા્ં સાજોસારો અને સુરક્ષિત છે. એની ચિંતા કરવાની જરૂર નથી.

કુરૈશીએ એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન એક જવાબદાર રાષ્ટ્ર છે અને જિનેવા કન્વેન્શનની શરતોથી વાકેફ છે. તમારા પાઇલટનો વાળ સુદ્ધાં વાંકો નહીં થાય. અમે એની પૂરી દેખરેખ રાખી રહ્યા છીએ. એકવાર શાંતિપૂર્ણ વાટાઘાટ કરવા જેવું વાતાવરણ સ્થપાય કે તરત અમે તમારા પાઇલટને મુક્ત કરી દઇશું.

અત્રે એ યાદ રહે  કે હૈદરાબાદના સાંસદ અસીરુદ્દીન ઓવૈસીએ પ્રગટ કરેલા એક નિવેદનમાં પાકિસ્તાનને પડકાર્યું હતું અને કહ્યું હતું કે જિનેવા કન્વેન્શન હેઠળ તમે ભારતીય હવાઇ દળના પાઇલટને મુક્ત કરો.  એ તમારી જવાબદારી છે.

કુરૈશીએ કહ્યું કે પાઇટલ સાથે અમારે કોઇ અંગત મતભેક કે વેર નથી. એને જોઇતી તમામ સગવડો અમે આપીશું. અમે એની પૂરી હિફાજત કરીશું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tFLjHx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages