1 માર્ચે સિક્યુરિટી કાઉન્સિલનો અધ્યક્ષ બન્યા પછી ફ્રાન્સ મસૂદ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લાવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

1 માર્ચે સિક્યુરિટી કાઉન્સિલનો અધ્યક્ષ બન્યા પછી ફ્રાન્સ મસૂદ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લાવશે


(પીટીઆઇ) યુનાઇટેડ નેશન્સ, તા. ૨૭

આતંંકી સંગઠન જૈશે મોહંમદનો વડો મસૂદ અઝહરને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(યુએનએસસી)માં પ્રતિબંધિત કરવા માટે ફ્રાન્સ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સ આ પ્રસ્તાવને લઇને સેક્શન કમિટી પાસે જઇ શકે છે. 

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ આગામી મહિને યુએનએસસીનો અધ્યક્ષ બનવાનો હોવાથી ભારત માટે આ પગલાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

૧૫ દેશોની બનેલી યુએન સિક્યુરિટી કાઉન્લિનો અધ્યક્ષ દર પંદર મહિને બદલવામાં આવે છે. જે અનુસાર પહેલી માર્ચથી ફ્રાન્સ સિક્યુરિટી કાઉન્સિલનો અધ્યક્ષ બની જશે.કાઉન્સિલનો કાયમી સભ્ય અને વીટો પાવર ધરાવતું ફ્રાન્સ આતંકી અઝહરને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

ફ્રાન્સના પ્રમુખની પરવાનગી પછી આ પ્રસ્તાવને આગળ વધારવામાં આવશે. હવે સિક્યુરિટી કાઉન્સિલમાં સૌની નજર ચીન પર રહેશે. ફ્રાન્સ પોતે જ આ પ્રસ્તાવ લાવી રહ્યું છે ત્યારે ચીન કેવું વલણ અપનાવશે તેના પર સૌની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબુ્રઆરીએ કરાયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતાં. પાકિસ્તાન સ્થિત જૈશે મોહંમદ નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. 

આ હુમલાને પગલે ભારતે ગઇકાલે પાકિસ્તાનના ખૈબર પુખ્તુન્વાના બાલકોટમાં ઘૂસીને જૈશૈ મોહંમદના સૌથી મોટા ટ્રેઇનિંગ કેમ્પનો નાશ કર્યો હતો. આ ઓપરેશન અંકુશ રેખાથી ૮૦ કિમી અંદર ઘૂસી પાર પાડવામાં આવ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો આ ચોથો પ્રયત્ન હશે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BZDaCt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages