મારા પિતાએ ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં બહું મોડું કર્યું : સોનાક્ષી સિંહા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

મારા પિતાએ ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં બહું મોડું કર્યું : સોનાક્ષી સિંહા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ શુક્રવારે એક કાર્યક્રમમાં તેના પિતા શત્રૂઘ્ન સિંહાએ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય લીધો તેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે જ સોનાક્ષીએ પિતાએ ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં બહું મોડું કર્યું તે અંગે દુખ વ્યક્ત કર્યું હતું. 

એવોર્ડ ફંકશનમાં પહોંચેલી દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ પોતાના પિતા શત્રૂઘ્ન સિંહાના ભાજપ છોડવાના નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સોનાક્ષીએ જણાવ્યું કે તેના પિતા જેપી નારાયણજી, અટલજી, અડવાણીજી સાથે બહુ શરૂઆતના સમયથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. પરંતુ તેના પિતાને ભાજપમાં તેઓ જેને લાયક હતા તેટલું માન કદી પણ નથી મળ્યું.

સોનાક્ષીના મતે તેના પિતાએ ભાજપ ઘણા સમય પહેલા છોડી દેવાની જરૂર હતી પરંતુ તેમણે આ નિર્ણય લેવામાં ખૂબ મોડું કરી દીધું.  અભિનયમાંથી રાજકારણમાં પ્રવેશેલા શત્રૂઘ્ન સિંહાએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ ગુરૂવારે પોતે ભાજપ છોડી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી.

બિહારની પટના સાહિબ બેઠક પરથી ૧૦ વર્ષથી ચૂંટણી લડતા સિંહાએ તે બેઠક પરથી તેમની ટિકિટ કપાતા ભાજપ છોડવાનો નિર્ણય લીધો હતો. ભાજપ અને મોદીની જાહેરમાં ટીકા કરવા પ્રખ્યાત સિંહાએ તેમના મતવિસ્તાર પટના સાહિબની ટિકિટ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ફાળવવામાં આવતા પોતે બહું દુખ સાથે ભાજપ છોડી રહ્યા છે તેવા અર્થની ટ્વિટ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JS36X6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages