ડીઆરઆઇની મોટી કાર્યવાહી: રૂ. 35 કરોડનું 110 કિલો સોનું જપ્ત, સાત આરોપીઓની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ડીઆરઆઇની મોટી કાર્યવાહી: રૂ. 35 કરોડનું 110 કિલો સોનું જપ્ત, સાત આરોપીઓની ધરપકડ


મુંબઇ, તા.30 માર્ચ, 2019, શનિવાર

ડીઆરઆઇ (ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ) મુંબઇએ અત્યાર સુધીની તેની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી ૧૧૦ કિલો સોનું જપ્ત કર્યું હતું જેની કિંમત અંદાજે ૩૫ કરોડ હોવાનું કહેવામાં આવે છે. ડીઆરઆઇએ આ સંદર્ભે સાત આરોપીની પણ ધરપકડ કરી છે.

આ આરોપીઓએ અત્યાર સુધીમાં ૬૦ કરોડ રૂપિયાની કિંમતના ૨૦૦ કિલો સોનાની તસ્કરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ડીઆરઆઇએ આ સાથે જ આ ટોળકી પાસેથી બે કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. ડીઆરઆઇના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે સોનાની દાણચોરી કરતી એક ગેન્ગ દક્ષિણ મુંબઇમાં સક્રિય છે. 

આ ગેન્ગે દરિયા વાટે સોનાનો જથ્થો ગુજરાતમાં મંગાવ્યો હતો. ત્યારબાદ મુંદ્રા બંદરે આ જથ્થો પિતળનો હોવાનું જણાવી સોનાનું કન્ટેનર ક્લિયર કરાવ્યું હતું.  અને આ કન્ટેનર મુંબઇ લાવવામાં આવ્યું  હતું.

આ માહિતીને આધારે ડીઆરઆઇના અધિકારીઓએ ડીઆરઆઇના ડીસીપી સમીર વાનખેડેના માર્ગદર્શન હેઠળ ગુરૂવાર અને શુક્રવારે ડોંગરી અને ઝવેરી બજાર ખાતે છાપો મારી સાત જણાની એક ગેન્ગને તાબામાં લઇ તસ્કરી દ્વારા ગેરકાયદે દેશમાં લાવેલા સોનાના ૧૧૦ કિલોના જથ્થાને અને બે કરોડની રોકડને પણ જપ્ત કરી હતી. 

ડીઆરઆઇની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આ તસ્કરોએ અત્યાર સુધીમાં ૬૦ કરોડની કિંમતનું ૨૦૦ કિલો સોનુ તસ્કરીથી દુબઇ વાટે મુંબઇમાં મંગાવ્યું છે. તસ્કરોની ટોળકી મુંબઇની લોકલ માર્કેટમાં આ સોનું વેચી જે પૈસા મળે તે હવાલા દ્વારા દુબઇ મોકલી આપતા હતાં. 

દાણચોરોની મોડસ ઓપરેન્ડી

મુંબઇ, તા.૩૦ : આ સંદર્ભે ડીઆરઆઇના એક અધિકારીએ જણાવ્યુપં હતું કે પકડાયેલા સાત આરોપીઓમાં નિસાર અલીયાર (૪૩) મૂળ કેરળનો રહેવાસી અને હાલ દુબઇમાં વેપારી તરીકે કાર્યરત છે તે આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. તે દુબઇમાં કોલ સેન્ટર  ચલાવે છે અને ત્યાંથી ભારતમાં દાણચોરીથી સોનુ ઘુસાડવાનું કામ કરે છે. તે રેગ્યુલર ભારત આવી દાણચોરીથી મંગાવેલા સોનાને થાળે પાડવાનું કામ કરતો તે આ સોનાને અન્ય સાગરીતોની મદદથી મુંબઇ અને આસપાસમાં વેચી મારતો ત્યારબાદ ફોરેન એક્સચેન્જ ચલાવતા અન્ય એક આરોપીની મદદથી હવાલા મારફતે આ રૂપિયા દિરહામમાં બદલાવી દુબઇ મોકલી આપતો. આ ટોળકી સોનાને ડીસ્ક, રોડ, વાયર અને ઘણીવારતો રોપ એટલે કે દોરડાના સ્વરૂપમાં મંગાવતી ત્યારબાદ મેટલ સ્ક્રેપમાં છૂપાડી તેને તસ્કરી દ્વારા દેશમાં ઘુસાડતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FDBIql

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages