
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર
વડા પ્રધાન મોદીએ મિશન શક્તિને ઉપગ્રહ વિરોધી મિસાઇલ ગણાવતા પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમે કહ્યું હતું કે કોઇ મુર્ખ સરકાર જ પોતાના સંરક્ષણ સંબધીત રહસ્યોને આવી રીતે જાહેર કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને રહસ્ય સાથે ચેડાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રજોગ સંદેશામાં વડા પ્રધાને બુધવારે એવી જાહેરાત કરી હતી કે ભારતે મિશન શકિત હેઠળ સેટેલાઇટને પણ તોડી શકે એવી ક્ષમતા ધરાવતી મિસાઇલ બનાવી છે.
વડા પ્રધાનની જાહેરાતની ટીકા કરતાં ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યું હતું કે 'સેટેલાઇટને તોડી નાંખવાની ક્ષમતા ધરાવતી મિસાઇલો વર્ષોથી અસ્તીત્વમાં છે જ. કોઇપણ સમજુ સરકાર આ રીતે પોતાના સંરક્ષણના રહસ્યને જાહેર કરવાની મુર્ખામી કરે જ નહીં. આવી જાહેરાત કરીને તેમણે સંરક્ષણ ક્ષેત્રને દગો કર્યો હતો'. પુર્વ નાણા પ્રધાને આવી જાહેરાત કરવા પાછળ સરકારના ઇરાદા અંગે પણ શંકા વ્યક્ત કરી હતી.
'ચૂંટણીના સમયે જ કેમ મિસાઇલ છોડી? શું ભાજપની ઘટતી જતી લોકપ્રિયતાને વધારવા માટે આ જાહેરાત કરી હતી'એમ ચિદમ્બરમે સવાલ કર્યો હતો.
વડા પ્રધાનના ભાષણ પછી, વિરોધ પક્ષોએ ચૂંટણી પંચને આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરીયાદ કરી હતી.જો કે પંચ ખુલાસો કર્યો હતો કે મોદીના ભાષણથી આચાર સંહિતા ભંગ થતી નથી. તેમણે મોદી પાસેથી રોજગારીના આંકડા અને નોકરીઓના દર અંગે પણ જવાબ માગ્યા હતા.
'ભારતમાં બેરોજગારીનો દર ૭.૧ ટકા છે. છેલ્લા ૪૫ વર્ષમાં આ આંકડો સૌથી મોટો છે.કેમ? મોદી આનો જવાબ આપશે? NSSO અનુસાર, ચાર કરોડ ૭૦ લાખ લોકોએ નોટબંધી પછી નોકરી ગુમાવી હતી. કેમ? શું મોદી જવાબ આપશે?એમ મોદીએ પૂછ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HLFYYk
No comments:
Post a Comment