પત્નીના બેન્ક ખાતાની આ ભુલ પતિ પર પડશે ભારી, 31 માર્ચ પહેલા થઈ જાઓ સાવધાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

પત્નીના બેન્ક ખાતાની આ ભુલ પતિ પર પડશે ભારી, 31 માર્ચ પહેલા થઈ જાઓ સાવધાન


નવી દિલ્હી, 28 માર્ચ 2019, ગુરુવાર

જો તમારી પત્નીના નામે બેન્ક ખાતુ હોય અને પત્ની હાઉસવાઈફ હોય તો તેના ખાતામાં જમા રકમને ભુલી જવાની ભુલ કરતાં  નહીં. જો આમ કરશો તો ઈનકમ ટેક્સ રિટર્ન ભરતી વખતે જો આ રકમ તમે ડિક્લેયર નહીં કરો તો ઈનકમ છુપાવવા બદલ તમને દંડ થઈ શકે છે. આ મામલે ઈનકમ ટેક્સ વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો રીટર્ન ફાઈલ કરવું જરૂરી છે. જો આમ નહીં કરો તો તમારે સ્ક્રૂટની અને પેનલ્ટી સહન કરવી પડશે. 

ઈનકમ ટેક્સ રીટર્ન ભરતી વખતે તમારે તમારી પત્નીના નામ પર ખુલેલા બેન્ક ખાતાને પણ જાહેર કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો ઈનકમ ટેક્સ વિભાગ તમારી પત્નીના ખાતામાં જમા રકમનો સોર્સ પુછી શકે છે. જો તમે તે બેન્ક ખાતાનો આઈટીઆરમાં ખુલાસો ન કરો અને આયકર વિભાગ તેને ટ્રેક કરી લે તો ખાતામાં જમા રકમના આધારે તમારા પર ઈનકમ છુપાવવાનો કેસ થઈ શકે છે. તેના માટે તમારા પર કેસ થવાની સાથે 200 ટકા પેનલ્ટી પણ આપવી પડશે. 

જો તમારી પત્ની હાઉસવાઈફ હોય અને તેના બેન્ક ખાતામાં રકમ જમા હોય તો તેને તમારી ઈનકમની રકમ માનવામાં આવે છે. જો તમે સાબિત કરી શકતા હોય કે આ રકમ તમારી પત્નીના પરીજનો તરફથી મળેલી છે તો આયકર વિભાગની કાર્યવાહીથી તમે બચી શકો છો.  આવી જ રીતે બાળકોના નામે ખુલેલા બેન્ક ખાતા પર પણ ધ્યાન આપવું. બાળકના નામ પર ખુલેલા ખાતાને પણ ડિક્લેયર કરી દેવું જરૂરી છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TC4Kfb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages