માત્ર 2520 રૂપિયાનું રોકાણ કરી 60 વર્ષની ઉંમરથી મેળવો 60,000 રૂપિયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

માત્ર 2520 રૂપિયાનું રોકાણ કરી 60 વર્ષની ઉંમરથી મેળવો 60,000 રૂપિયા


નવી દિલ્હી, 28 માર્ચ 2019, ગુરુવાર

કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનામાં નાની એવી રકમ વર્ષે ભરવાથી તમે તમારી નિવૃતિ સમયનું સારું પ્લાનિંગ કરી શકો છો. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.25 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે. દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. તે જોતાં અત્યારથી  જ પેન્શન પ્લાન કરવુ જરૂરી થઈ જાય છે. ઉજ્જવળ ભવિષ્ય માટે મોદી સરકારની પેન્શન સ્કિમ નિશ્ચિત રકમ પરત મળવાની ગેરંટી આપે છે. 

આ યોજનામાં 18 વર્ષથી વધારેની વયની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. તેના માટે એક ખાતુ ખોલાવવું જરૂરી છે. આ યોજનામાં જોડાતી વ્યક્તિને વર્ષ 60,000 એટલે કે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર ગણાય છે. આ યોજનામાં જોડાતી વ્યક્તિને ટેક્સ માફી પણ મળે છે. શરૂઆતના 5 વર્ષ આ યોજનામાં સરકારનું પણ યોગદાન મળે છે. જો 60 વર્ષની ઉંમર પહેલા કે પછી તે સભ્યનું મૃત્યુ થાય તો પેન્શનની રકમ તેના પતિ કે પત્નીને મળે છે. જો બંનેનું મોત થાય તો સંતાનને આ રકમ મળવાપાત્ર બને છે. 

આ રીતે મળે છે મહિને 5000

અટલ પેન્શન સ્કિમમાં તમારે દર મહિને 210 રૂપિયા જમા કરવાના રહે છે. આ રકમ વાર્ષિક 2520 જેટલી થાય છે. 60 વર્ષની ઉંમર સુધી તમારે આ રકમનું રોકાણ કરવું પડશે ત્યારબાદ તમારા ખાતામાં દર મહિને 5000 જમા થતા રહેશે. 

આ યોજના હેઠળ બે રીતે રકમ જમા કરી શકાય છે. ત્રિમાસિક રકમ 626 રૂપિયા જમા કરી શકાય છે જ્યારે છ માસ માટે 1239 રૂપિયા જમા કરાવી શકાય છે. આ રોકાણ 42 વર્ષ સુધી કરવાનું રહે છે. 42 વર્ષમાં તમે કરેલા રોકાણની રકમ 1.05 લાખ થઈ જાય છે. જેની સામે 60 વર્ષની ઉંમરથી તમને દર મહિને 5000ની રકમ મળે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YxZoW2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages