ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં ઇનફ્લો 25 મહિનાને તળિયે ઉતર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં ઇનફ્લો 25 મહિનાને તળિયે ઉતર્યો

મુંબઇ, તા. 09 માર્ચ, 2019, શનિવાર

શેરબજારની અસ્થિરતાની સાથે રોકાણકારો પણ ઇક્વિટી મ્યુ.ફંડ્સમાં નવું મૂડીરોકાણ કરવામાં સાવચેતી દાખવી રહ્યાં છે. સત્તાવાર આંકડા મુજબ ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડ્સના ઇક્વિટી સેગમેન્ટમાં રૂ.૩૯૪૮ કરોડનો ઇનફ્લો નોંધાયો છે જે છેલ્લા ૨૫ મહિનાનો સૌથી ઓછો મૂડીપ્રવાહ છે. વેલ્યૂરિસર્ચ દ્વારા લગભગ ૩૬૦ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સનો અભ્યાસ સૂચવે છે કે છેલ્લં એક વર્ષમાં તેમા ૬૭ ટકા સુધીનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. 

નોંધનિય છે કે ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં જાન્યુઆરીમાં ૨૦૧૯માં રૂ.૫૦૮૨ કરોડ અને તેની અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં રૂ. ૪૪૪૨ કરોડનો ઇનફ્લો આવ્યો હતો જે છેલ્લા ૨૭ મહિનાનો સૌથી ઓછો મૂડીપ્રવાહ હતો.

એસોસિએશન ઓફ મ્યુ. ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા મુજબ જાન્યુઆરીમાં ઇક્વિટી ફંડ્સ સ્કીમમાં ૨૫ મહિનાનો સૌથી ઓછો રૂ.૩૯૪૮ કરોડનો ઇનફ્લો નોંધાયો છે. તેમાં ઇએલએસએસમાં રૂ.૧૧૭૪ કરોડના ઇનફ્લોની સામે આબટ્રેજ ફંડ્સમાં રૂ.૪૮૨ કરોડનો આઉટફ્લો જોવા મળ્યો છે.

આ ફેબુ્રઆરી મહિનાના ઇક્વિટી ફંડ્સમાં સળંગ ચોથા મહિને ચોખ્ખો મૂડીરોકાણનો પ્રવાહ ઘટયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ દરમિયાન એપ્રિલથી ફેબુ્રઆરીના સમયગાળામાં ઇક્વિટી સ્કીમમાં સરેરાશ ઇનફ્લો રૂ. ૯૧૧૦ કરોડ રહ્યો છે જે વર્ષ પૂર્વે રૂ.૧૪૨૦૦ કરોડ હતો. 

ઇક્વિટી ફંડ્સમાં ધીમો પ્રવાહ હોવા છતાં ફેબુ્રઆરીમાં સિપનું યોગદાન રૂ. ૮,૦૯૫ કરોડ હતું જે જાન્યુઆરીમાં ૮,૦૬૪ કરોડ રૂપિયા હતું. બજારના સહભાગીઓ એવું પણ જણાવે છે કે છેલ્લા થોડા મહિનામાં બજારોમાં અનિશ્ચિતતાના કારણે મંદીના પ્રવાહ દ્વારા રોકાણ ઘટયું છે. એપ્રિલથી ફેબુ્રઆરીના સમયગાળા દરમિયાન જીૈંઁનું કુલ યોગદાન રૂ. ૮૪,૬૩૮ કરોડ નોંધાયું છે. જે ગત નાણાકીય વર્ષમાં રૂ. ૬૭,૧૯૦ કરોડ હતું અને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ .૪૩, ૯૨૧ કરોડ હતું.

એમ્ફીના આંકડા મુજબ ફેબુ્રઆરીમાં ડેટ ફંડ્સમાં ૨૮,૮૭૨ કરોડનો આઉટફ્લો નોંધાયો છે. તો લિક્વિડ ફંડ્સ અને ઇન્કમ ફંડ્સમાંથી અનુક્રમે રૂ. ૨૪,૫૦૯ કરોડ અને રૂ. ૪,૨૧૪ કરોડની મૂડી રોકાણકારોએ પાછી ખેંચી છે. જ્યારે ગિલ્ટ ફંડ્સમાં ૧૪૯ કરોડ રૂપિયાનું નવી રોકાણ કર્યું છે. 

ફેબુ્રઆરીમાં સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગમાંથી રોકાણકારોએ રૂ. ૨૦,૦૮૩ કરોડનો મૂડીપ્રવાહ પાછો ખેંચ્યો છે. જ્યારે અન્ય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. ૫૨૩૪ કરોડનું ચોખ્ખું મૂડીરોકાણ આવ્યું છે. બેલેન્સ્ડ ફંડ્સમાં રૂ.૧૦૭૭ કરોડનો આઉટફ્લો રહ્યો છે. આમ ફેબુ્રઆરી ૨૦૧૯ના અંતે સમગ્ર મ્યુ. ફંડ્સ ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. ૨૩.૧૬ લાખ કરોડ નોંધાઇ છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CbqUic

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages