આજે વિશ્વ મહિલા દિવસ....દેશમાં પુરુષોની તુલનામાં ભારતીય મહિલાઓની કમાણી 19% ઓછી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

આજે વિશ્વ મહિલા દિવસ....દેશમાં પુરુષોની તુલનામાં ભારતીય મહિલાઓની કમાણી 19% ઓછી

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર

વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલ અભ્યાસના એક તારણ મુજબ મહિલાઓ તેમના પુરુષ સહયોગીઓ કરતા ૧૯ ટકા ઓછી કમાણી કરે છે.

વુમન ઓફ ઇન્ડિયા ઇન્ક. નામથી પ્રસિદ્ધ થયેલા અહેવાલના તારણ મુજબ ભારતમાં કામ કરતી ૬૦ ટકા મહિલાઓને એવું લાગે છે કે, તેમના કામના સ્થળે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

૨૦૧૮માં પુરુષો માટે સરેરાશ કલાકદીઠ પગાર રૂા. ૨૪૨.૪૯ હતો જે સ્ત્રીઓની રૂા. ૧૯૬.૩ની કમાણીકરતા ૪૬.૧૯ રૂપિયા વધુ હતા. ક્ષેત્ર મુજબ આઇ.ટી., આઇટીઇએસ સેવાઓ ક્ષેત્રે પુરુષોની તરફેણમાં પગારનો તફાવત ૨૬ ટકા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પુરુષો મહિલાઓ કરતા ૨૪ ટકા વધુ કમાય છે.

હેલ્થકેર, કેરિંગ સેવાઓ અને સામાજિક કાર્ય ક્ષેત્રે પુરુષો મહિલાઓ કરતા ૨૧ ટકા વધુ કમાણી કરે છે. જ્યારેે બેન્કિંગ અને વીમા એકમાત્ર ઉદ્યોગ છે જ્યાં પુરુષો ફક્ત ૨ ટકા વધુ કમાતા હોય.

સર્વે અનુસાર ૬૦ ટકા મહિલાઓને લાગ્યું કે તેઓ સાથે કામ પર ભેદભાવ રાખવામાં આવે છે. લગભગ ૪૭ ટકા મહિલાઓએ એવું માન્યું કે, ભેદભાવનો સૌથી નોંધપાત્ર પ્રકાર એ ધારણા છે કે લગ્ન કર્યા બાદ સ્ત્રીઓ કામ વિશે ઓછી ગંભીર છે.

સર્વેના તારણ અનુસાર ૪૬ ટકા મહિલાઓ એવું માને છે કે પ્રેગનન્સીના કારણે તેો નોકરી છોડી દેશે. તો ૪૬ ટકા મહિલાઓ એવું માને છે કે તેઓ પુરુષો જેટલો સમય કામ કરી શકતી નથી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UsLxxC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages