ગાંધીનગર, તા.10 માર્ચ 2019,રવિવાર
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારે બનાવેલા મોટા ભાગના બગીચાઓ હવે કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યા છે ત્યારે કોર્પોરેશન ૧.૧૬ કરોડના ખર્ચે શહેરના વધુ પાંચ બગીચાનું નવીનીકરણ કરવા જઈ રહયું છે અને આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. નોંધવું રહેશે કે શહેરના સે-૧, ૮, ૪, ૧૯ અને રરના બગીચાઓને નવીનીકરણ કરી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે શહેરના તમામ સેકટરોમાં સરકારે નાના મોટા બગીચા બનાવ્યા હતા પરંતુ સમય જતાંની સાથે આ બગીચાઓની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતાં બગીચાઓ ઉજજડ બની ગયા હતા. ત્યારે સરકાર દ્વારા કોર્પોરેશનને શહેરના મુખ્ય એવા સે-ર૮અને સરિતાઉદ્યાનના બગીચા સોંપી દેવામાં આવ્યા હતા.
જેનું કરોડોરૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને તેને અદ્યતન બનાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ શહેરના અન્ય સેકટરોના બગીચાઓ પણ કોર્પોરેશનને સોંપી દેવામાં આવતાં તેનું નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરના વધુ પાંચ બગીચાઓને ૧.૧૬ કરોડરૂપિયાના ખર્ચે નવા બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જે માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જેમાં સે-૧, ૪, ૮, ૧૯ અને સે-રરના બગીચાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બગીચાઓમાં નવેસરથી જ ગાર્ડનીંગ કરવાની સાથે આનંદ પ્રમોદના સાધનો પણ વિકસાવવામાં આવશે તેમજ તેની કંપાઉન્ડ વોલ પણ ઉભી કરવામાં આવશે. જેમાં ર૪ કલાક માળી અને સિક્યોરીટીની વ્યવસ્થા પણ રાખવામાં આવનાર છે. કોર્પોરેશન હસ્તકના બગીચાઓમાં હાલ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી પણ ચાલી રહી છે.
આ પાંચ બગીચાઓ બાદ શહેરના અન્ય બગીચાઓને પણ તબક્કાવાર નવીનીકરણ અંતર્ગત આવરી લેવામાં આવનાર છે જેમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરી વસાહતીઓના આનંદપ્રમોદની વ્યવસ્થા ઉભી કરાશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ChiPsr
No comments:
Post a Comment