બિન લાદેનના પુત્ર હમઝા માટે અમેરિકાએ જાહેર કર્યુ 10 લાખ ડોલરનુ ઈનામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

બિન લાદેનના પુત્ર હમઝા માટે અમેરિકાએ જાહેર કર્યુ 10 લાખ ડોલરનુ ઈનામ

વોશિંગ્ટન,તા.1.માર્ચ 2019, શુક્રવાર

અલકાયદાના સરગણા ઓસામા બિન લાદેનનો સફાયો કરી નાંખનાર અમેરિકાએ હવે ઓસામાના પુત્ર હમઝા બિન લાદેન માટે 10 લાખ ડોલર એટલે કે લગભગ સાત કરોડ રુપિયાનુ ઈનામ જાહેર કર્યુ છે.

જેહાદના યુવરાજ તરીકે ઓળખાતા હમઝાનો વર્ષોથી કોઈ અતો પતો નથી.એવુ મનાઈ રહ્યુ છે કે કાં તો તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા સિરિયામાં છુપાયેલો છે.અથવા તો તે ઈરાનમાં નજરકેદમાં છે.

અમેરિકાના વિદેશમંત્રાલયે કહ્યુ હતુ કે હમઝા અલકાયદા સાથે સંકળાયેલા નેતા તરીકે ઉભરી રહ્યો છે.જેનો પતો લગાવવા જરુરી છે.

અમેરિકાના કહેવા પ્રમાણે હમઝાની વય 30 વર્ષ છે અને તેણે પિતાના મોતનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલાની ધમકીઓ આપેલી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VvooL7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages