વડોદરા તા 5 ફેબ્રુઆરી 2019 મંગળવાર
વડોદરા પોલીસ માટે ગઈકાલે બપોરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જ ગેંગવોરની બનેલી શરમજનક ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે ગુંડાઓની શાન ઠેકાણે લાવવા તેમને ખોખરા કરી મુરઘા બનાવતા તેના વીડિયો વાયરલ થયા હતા.
પાણીગેટ પોલીસ સ્ટેશન પાસેથી ગઈકાલે બપોરે કારમાં જતા બિચ્છુ ગેંગના સાગરિત તનવીર ઉર્ફે તનુ અને સ્કૂટર પર જઇ રહેલા નઇમ વચ્ચે અકસ્માત થતાં મારામારી થઈ હતી, જેથી પાણીગેટ પોલીસ બંને પક્ષના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી.
ઉપરોક્ત બનાવ બન્યા બાદ નઇમનો પક્ષ લઈ અજબડી મીલ જુગારનો ધંધો ચલાવતા અફઝલ ઉર્ફે અનુનો ભાઈ હુસેનખાન પઠાણ તેના સાગરીતો સાથે પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યો હતો અને પોલીસ સ્ટેશનની અંદર જ મારામારી થતા વાયરલેસ સેટ, કોમ્પ્યુટર કીબોર્ડ અને અન્ય સાધનો અને નુકસાન થયું હતું.જ્યારે હુમલામાં ટેબલ વાગવાથી એક શખ્સને ઈજા પણ થઈ હતી.
શહેર પોલીસ માટે કલંકિત ગણી શકાય તેવા ઉપરોક્ત બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને ક્રાઇમબ્રાંચની ટીમો પણ સક્રિય થઇ હતી પોલીસે બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તનુ, અફઝલ ખાન ઉર્ફે અનુ તેમજ તેના ભાઈ હુસેન ખાન સહિત 7ની ધરપકડ કરી હતી.
માથાભારે તત્વો ફરીથી આવી હિંમત ન કરે તે માટે પોલીસે તેઓને બરાબર ના ખોખરા કરી પોલીસ સ્ટેશનની અંદર મુરઘા બનાવી કાન પકડાવીને માફી મંગાવી હતી. જેના વિડિયો વાયરલ થયા છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D7YCEY
No comments:
Post a Comment