વડોદરા: કોટા તરફ જતી પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા, મોટી જાનહાની ટળી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

વડોદરા: કોટા તરફ જતી પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા, મોટી જાનહાની ટળી

વડોદરા, તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર

વડોદરા રેલવે સ્ટેશને પેસેન્જર ટ્રેનના બે ડબ્બા વહેલી સવારે પાટા પરથી ઉતરી જતા રેલ તંત્રમાં દોડધામ મચી હતી જ્યારે પાટા રીપેરીંગના કામ માટે ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.

વડોદરા રેલવે સ્ટેશને આજે વહેલી સવારે કોટા તરવફ જતી પેસેન્જર ટ્રેનનું એન્જિન બદલવામાં આવી રહ્યું હતું તે સમયે પ્લેટફોર્મ નંબર 6 પર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

ઘટનાને પગલે પ્લેટફોર્મ 6 પર આવનાર ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. સમયસૂચકતાથી મોટી હોનારત ટળી હતી. રેલવે તંત્રએ ટ્રેનને પાટા પર ચઢાવવાની કામગીરી આરંભી છે. જ્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ RPF તેમજ ગુજરાત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdmSKa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages