
ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદ માટે સર્ચ કમીટી દ્વારા પસંદ કરેલ શિક્ષણવિદોના નામોમાંથી કોઇ એક વ્યક્તિની પસંદગી થાય તે પૂર્વે સર્ચ કમીટીના કોરમમાંથી જૂનાગઢ યુનિ.ના કુલપતિ અને સર્ચ કમીટીના સભ્ય ડો.જીવરાજ મીયાણી કુલપતિ પદનો કાર્યકાળ પૂર્ણ થતા સર્ચ કમીટીનું કોરમ પણ તુટયુ હોય કોરમ કેમ પુરૂ થશે અને બેઠક ક્યારે મળશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
ગુજરાતની મોટાભાગની યુનિ.ઓમાં જ્યાં જ્યાં કુલપતિની મુદત પૂર્ણ થતી જાય છે તેમ ત્યાં બહુ જ ટૂંકા ગાળામાં સર્ચ કમીટી દ્વારા ચયન કરાયેલ શિક્ષણવિદોના નામો પૈકી એકને પસંદ કરી કુલપતિપદે નિમી દેવામાં આવી રહ્યા છે. જ્યારે એમ.કે. ભાવ. યુનિ.ની કુલપતિ જગ્યાની ભરતી માટે ગત ઓગષ્ટ માસમાં અરજીઓ મંગાવી માત્ર 30 દિવસના ગાળામાં 18 જેટલી અરજીઓ આવી જતા જેમાંથી ચાર અરજીઓ રદ કરી 14માંથી ત્રણ નામ પસંદ કરી સીલ કવર રાજ્યપાલને સુપ્રત કરવામાં છ માસ જેઓ ગાલો થયો તો પણ હજુ કોઇ ઠેકાણુ પડતુ નથી.
સર્ચ કમીટીના સભ્યોની વિવિધ વ્યસ્તા-સંકલન અને પ્રવાસ અગવડતાને લઇ બેવાર મિટીંગો મુલતવી રાખવામાં આવી, કહે છે કે આગામી 18 ફેબ્રુઆરી પછી મુંબઇ ખાતે જ મિટીંગનું આયોજન કરવામાં આવી રહ્યું હતુ પરંતુ હવે સર્ચ કમીટીના જે.બી.વી.સી.માંથી ચૂંટાઇ આવેલા સદસ્ય અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.જીવરાજ મિયાણીનો કુલપતિ પદનો કાર્યકાળ પૂર્ણ થતા હવે તેઓ હોદ્દા ગત રીતે સર્ચ કમીટીના સભ્ય રહી શકે નહી એટલે હવે સર્ચ કમીટીનું કોરમેટ પૂર્ણ કરવા જે.બી.વી.સી.માંથી નવાને ચૂંટીને સર્ચ કમીટી પર મુકી કમિટી પૂર્ણ કરે કે આખી સર્ચ કમીટી ફરીવાર રચાય તે નિયમાધીન અને ટેકનીકલ બાબત બની ચુકી હોવાનું ચર્ચાય છે.
દરમિયાનમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની વકી છે. આ સંજોગોમાં સર્ચ કમીટીની મીટીંગ ક્યારે ? અને કેવી રીતે ? મળશે તે જોવુ રહ્યુ. દરમિયાનમાં કહે છે કે મુખ્યમંત્રીનો એવો સ્પષ્ટ આદેશ રહ્યો છે કે કુલપતિ નિમણૂંકમાં યુ.જી.સી.ના ધારાધોરણને સંપૂર્ણ રીતે વળગી રહી કુલપતિની નિમણૂંક કરવી આ સંજોગોમાં ગુજરાતનો શિક્ષણ વિભાગ ભારે અસમંજસતામાં હોવાનું જણાય છે. ભાવનગરના કોઇને કુલપતિ તરીકે મહુવા જ્યારે શિક્ષણ વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ સરકાર જે નામ મોકલવા માગે છે તે યુ.જી.સી. મુજબ લાયકાત ધરાવતા નથી અને જેઓ લાયકાત ધરાવે છે તેના નામ કદાચ સરકાર મોકલવા માગતી નથી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9Ti48
No comments:
Post a Comment