
ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વર બેલ્સ સ્કૂલના દબાણના પ્રશ્ને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આજે મંગળવારે કોર્ટે બંને પક્ષને સાંભળ્યા હતા અને ત્યારબાદ સિલ્વર બેલ્સ સ્કૂલને પ્લાન મહાપાલિકામાં રજૂ કરવા માટે મૂકવા કોર્ટે આદેશ કર્યો હતો. મહાપાલિકા નીયમ મુજબ પ્લાન મંજુર કરશે તેમ જાણવા મળેલ છે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં સિલ્વર બેલ્સ સ્કૂલનુ દબાણ ગત તા. 13 જાન્યુઆરીએ મહાપાલિકાએ તોડી પાડયુ હતુ પરંતુ બાદમાં કોર્ટનો સ્ટે આવી જતા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં શરૃ હતો. દબાણના પ્રશ્ને આજે મંગળવારે અમદાવાદ કોર્ટે શાળાના સંચાલક અને ભાવનગર મહાપાલિકાના અધિકારીઓની રજુઆત સાંભળી હતી. બંને પક્ષેથી અસરકારક રજુઆત થઈ હતી. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા હતાં. સિલ્વર બેલ્સ સ્કૂલને આગામી તા. 28 ફેબુ્રઆરી સુધીમાં પ્લાન રજૂ કરવા માટે મૂકવા કોર્ટે આદેશ કર્યો છે તેથી હવે શાળા સંચાલક પ્લાન મંજુરી માટે મૂકશે તેમ જાણવા મળેલ છે.
વર્ષ 2015ની સ્થિતીએ મહાપાલિકા પ્લાન મંજુર કરશે અને બાંધકામ હશે તે કદાચ મંજુર કરવામાં આવશે પરંતુ રોડ ખુલ્લો થવાની પુરી શકયતા છે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. સિલ્વર બેલ્સ સ્કૂલ કોના નામે છે અને શાળા પ્લાન મૂકે ત્યારબાદ તેનો અભ્યાસ કરી મહાપાલિકા પ્લાન મંજુર કરશે તેમ જાણવા મળેલ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhiRV5
No comments:
Post a Comment