
ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે લગ્નના રૂડા અવસર વેળાએ ગત રાત્રીના સુમારે દાંડીયારાસ પ્રસંગમાં બોલાચાલી થતા બે શખસોએ યુવાન પર જીવલેણ હુમલો કરી છરીના મરણતોલ ઘા મારી દેતા ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે 307 તળે ગુનો દાખલ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર-તળાજા માર્ગ પર આવેલ ભંડારીયા ગામે રહેતા મુકેશભાઇ ઘુસાભાઇ ડુંગરીયા (ઉ.વ.34)એ વરતેજ પોલીસ મથકમાં આજ ગામના નીતેશ માથાભાઇ વિસાવડીયા અને તેના ભાઇ કિશોર માથાભાઇ વિસાવડીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, તેના કૌટુંબીક મામાની દિકરીના લગ્ન ભંડારીયા ગામે હોય જે લગ્નના માહોલ વચ્ચે ગત રાત્રીના દાંડીયારાસ પ્રસંગ દરમિયાન ઉક્ત બંને શખસોએ બોલાચાલી કરી તેના કબજામાં રહેલ છરીના ઘા તેઓના પેટના ભાગે મારી દઇ જીવલેણ ઇજા પહોંચાડી મોત નિપજાવવાનો પ્રયાસ કરી નાસી છુટયા હતા.
ઉક્ત મારામારીમાં ઘવાયેલ યુવાન મુકેશભાઇ ડુંગરીયાને ગંભીર હાલતે અત્રેની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા વરતેજ પો.સ્ટે.ના PSI મહેશ્વરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ અનુસંધાને IPC 307, 34, 504 તેમજ 135 તળે ગુનો દાખલ કરી ફરાર બંને શખસોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GceISe
No comments:
Post a Comment