ભાવનગરમાં ODF પ્લસની ટીમ સરપ્રાઈઝ ચેકીંગ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

ભાવનગરમાં ODF પ્લસની ટીમ સરપ્રાઈઝ ચેકીંગ કરશે


ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર

ભાવનગર શહેરમાં જાહેરમાં શૌચ અંગેના રીપોર્ટ માટે ગમે ત્યારે ઓપન ડેફેકેશન ફ્રી પ્લસ (ODF)ની ટીમ સરપ્રાઈઝ ચેકીંગ માટે આવે તેવી શકયતા છે, જેના પગલે મહાપાલિકાનુ તંત્ર એલર્ટ થઈ ગયુ હોવાનુ જાણવા મળેલ છે. ODFની ટીમ રીપોર્ટ તૈયાર કરી સર્ટીફીકેટ આપશે. આ સર્ટીફીકેટ મેળવવા પુરા પ્રયાસ કરશે તેમ જણાય રહ્યુ છે.

દિલ્લીથી ઓડીએફની ટીમ દર 6 મહિને જુદા જુદા શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતી હોય છે. આ ટીમ જાહેરમાં શૌચ અંગે શહેરમાં તપાસ કરતી હોય છે અને તેના આધારે શહેરને સર્ટીફીકેટ આપતી હોય છે. આ ટીમ આગામી દિવસોમાં ગમે ત્યારે ભાવનગર શહેરમાં ચેકીંગ માટે આવવાની હોવાથી હાલ મહાપાલિકાનુ તંત્ર એલર્ટ થઈ ગયુ હોવાનુ જાણવા મળેલ છે. ODF ટીમ તપાસ માટે આવવાની હોવાથી મહાપાલિકાના 13 વોર્ડમાં કર્મચારીઓને જાહેરમાં શૌચ અંગેની ફરિયાદ તત્કાલ હલ કરવા સુચના આપી હોવાનુ કહેવાય છે.

આ અંગે ભાવનગર મહાપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ODFની ટીમ સરપ્રાઈઝ ચેકીંગ માટે આવતી હોય છે તેથી ટીમ કયારે ભાવનગર શહેરમાં આવશે તેની ખબર નથી. ભાવનગર શહેરને 6 માસ પૂર્વે ODF સર્ટીફીકેટ મળ્યુ હતુ પરંતુ હાલ ODF પ્લસ સર્ટીફીકેટ માટે ટીમ આવવાની છે. ભાવનગર શહેરને ODF પ્લસનુ સર્ટીફીકેટ મળશે તો ODF પ્લસ પ્લસ માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

ODFની તપાસના પગલે ઘરવેરાની જપ્તી ટળી

ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગની ટીમ દ્વારા આગામી બુધવારથી ઘરવેરો નહી ભરતા બાકીદારો સામે જપ્તી કામગીરી હાથ ધરવાની હતી પરંતુ ODF પ્લસના સર્ટીફીકેટ માટે દિલ્લીથી ટીમ આવવાની હોવાથી હાલ કર્મચારીઓને તેની કામગીરી સોંપી દેવામાં આવી છે તેથી ઘરવેરાની જપ્તી કામગીરી હાલ થોડા દિવસો માટે હાથ ધરવામાં નહી આવે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RF0kms

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages