સિહોર: 776 દારૂની બોટલ સાથે ઝડપાયેલ વાડી માલીકને એક દિવસના રીમાન્ડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

સિહોર: 776 દારૂની બોટલ સાથે ઝડપાયેલ વાડી માલીકને એક દિવસના રીમાન્ડ


ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર

સિહોર તાલુકાના પાંચવડા ગામે સિમાડા વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની 776 બોટલ સાથે સોનગઢ પોલીસે વાડી માલીકની ધરપકડ કરી લીધા બાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. જ્યારે હજુ દારૂ ઉતારનાર સોનગઢનો શખસ પોલીસને ચકમો આપી નાસતો ફરી રહ્યો છે.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના પાંચવડા ગામે રહેતા બહાદુરસિંહ હરીસિંહ ગોહિલની ગામ સીમાડે આવેલ વાડીમાં પૂર્વ બાતમીના આધારે સોનગઢ પોલીસે રેડ કરી ઓરડીમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 776 બોટલ મળી આવતા કબજે લઈ વાડી માલીક બહાદુરસિંહ ગોહિલની ધરપકડ કરી લઈ પુછપરછ કરી.

જેમાં સોનગઢ ગામે પ્રદીપ ધરમશીભાઈ પરમારએ તેઓની વાડીની ઓરડી રૂપિયા 10 હજારના ભાડા લેખે રાખી બહારથી દારૂ મંગાવી ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી જ્યારે પોલીસ રેડ દરમિયાન પ્રદીપ પરમાર ફરાર બન્યો હતો જે હજી સુધી પોલીસ પકડમાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન આજે સોનગઢ પોલીસે વાડી માલીક બહાદુરસિંહ ગોહિલની રીમાન્ડની માંગણી સાથે સિહોર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે શખસના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. 


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9SRH2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages