રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

રહસ્યમયકાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય



રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ હોય છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે ્જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન,  જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય - ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ - ચંદ્ર રાશિ પ્રમાણે જોવું.       - ઈન્દ્રમંત્રી

મેષ (અ. લ. ઇ. )
The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા કોઇ નોંધપાત્ર કાર્ય માટે ચોક્કસ નિર્ણય ન લઇ શકતા હો તે અવરોધ દૂર થવાનું સૂચવી જાય છે. તમારા મક્કમ મનોબળ દ્વારા નવાં કાર્યો માટે નિર્ણય લઇ શકાશે. તમારા મનગમતા કામોમાં આગળ વધી શકશો. તા. ૬, ૭, ૧૧, ૧૨ શુભ.

વૃષભ (બ. વ. ઉ.)
The Highpriestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ ઊદભવી શકવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનશે. દૂરની મુસાફરી અંગે આયોજન થઇ શકશે. વિદેશમાં વસતા સ્નેહીજનો સાથે નોંધપાત્ર કાર્યો અંગે ચર્ચા-વિચારણા થશે. તા. ૬, ૭, ૮, ૯, ૧૦ શુભ.

મિથુન (ક. છ. ઘ.)
The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારી ધારણા બહારના લાભદાયક ફેરફારો  સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ પરિસ્થિતિ મજબૂત બનશે. એકાદ શુભ પ્રસંગ માટે કુટુંબમાં નિર્ણય લેવાનો આવશે. યશ મેળવી શકો તેવો પ્રસંગ બનશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

કર્ક (ડ. હ.)
Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા વિચારોમાં દ્વિધા રહેશે અને કોઇ ચોક્કસ કાર્ય માટે નિર્ણય લઇ શકાશે નહિ. કોઇપણ કાર્યનો અમલ કરવા જઇ રહ્યા હો તેમાં ઊતાવળા ન બનવા ટેમ્પરન્સનું ઊલટું આવેલું કાર્ડ સૂચવી જાય છે. સ્વઆરોગ્ય અંગે કાળજી રાખવી. તા. ૧૧, ૧૨ શુભ.

સિંહ (મ. ટ.)
The Star - ધ સ્ટારનું ઊલટું આવેલું કાર્ડ તમારી મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા વધુ મહેનત - પુરૂષાર્થની જરૂર હોવાનું સૂચવી જાય છે. નાણાંકીય વ્યવહારો ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા. અણધાર્યું સ્થાન પરિવર્તન થઇ શકે. સ્થાવાર સંપતિ અંગેના પ્રશ્નોમાં નવાં નિર્ણયો લેવાના આવશે. તા. ૬, ૭ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) 
The Lovers - ધ લવર્સનું કાર્ડ તમને મિત્રો અને સ્નેહીજનોનો સહકાર પ્રાપ્ત થવાનું અને કોઇ કાર્યોમાં અવરોધ ઊદભવેલો હોય તે દૂર થવાનું સૂચવી છે. વારસાગત બાબતોને લગતી કોઇ સમસ્યા ઊદભવેલી હોય તો તેનું યોગ્ય નિરાકરણ આવશે. શુભ સમાચાર મળશે. તા. ૬, ૭, ૮, ૯, ૧૦ શુભ.

તુલા (ર. ત.) 
The Moon - ધ મૂનનું કાર્ડ કોઇ કાર્ય માટે તમે આળસ કરી રહ્યા હશો તે દૂર થવાનું તથા તે માટે તમારે પ્રયત્નશીલ બનવાનું સૂચવી છે. ધંધાકીય બાબતોમાં નવાં ફેરફારો આવશે. નાણાંકીય પરિસ્થિતિમાં કોઇ તકલીફ આવી હોય તેનું નિરાકરણ આવી જશે તથા આવકમાં સુધારો જોવા મળશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

વૃશ્ચિક (ન. ય.)
The World - ધ વર્લ્ડનું કાર્ડ એકાદ ઘટના તમારા માટે આશ્ચર્ય ઊપજાવી શકે તેવી બનવાનું સૂચવી જાય છે. કુદરતમાં માનવાનું મન થશે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. કોર્ટ-કચેરી અંગેના કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું ફાયદાકારક રહેશે. તા. ૧૧, ૧૨ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.)
The Devil - ધ ડેવિલનું કાર્ડ વધુ પડતો આત્મવિશ્વાસ તમારા નોંધપાત્ર કાર્યોમાં વિલંબ કરાવશે તથા ચાલુ સપ્તાહ દરમ્યાન રોજિંદા કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવી જાય છે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સંતાનો અંગે અણધાર્યા ખર્ચના યોગ બનશે. તા. ૬, ૭ શુભ.

મકર (ખ. જ.)
The Fool - ધ ફૂલનું કાર્ડ તમારા અગત્યના કાર્યો માટે પ્રયત્નશીલ રહેવા સૂચવી જાય છે જેનું શુભફળ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થઇ શકશે. એકાદ કાર્ય માટે તમારે ફરજિયાત નિર્ણય લેવાનો આવશે જેમાં તમારૂં મન દ્વિધા અનુભવશે. મિત્રો તમારા માટે મદદરૂપ બનશે. ટુંકી મુસાફરી થઇ શકશે. તા. ૮, ૯, ૧૦ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)
The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા નોકરી વ્યવસાયક્ષેત્રે ભૂતકાળમાં કોઇ તક જતી કરેલી હશે તે ફરીવાર મળવાનું સૂચવી જાય છે. વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકશો. વર્તમાન સમય દરમ્યાન થઇ રહેલા ફેરફારો   લાભદાયક પૂરવાર થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તા. ૬, ૭, ૧૧, ૧૨ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.)
Judgement - જજમેન્ટનું કાર્ડ લાંબાગાળાની કોઇ યોજના ભવિષ્ય માટે વિચારી રહ્યા હો તેનો અમલ કરવાનુ સૂચવી જાય છે. કુટુંબીઓના સહકાર દ્વારા સંતાનોના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઇ શકાશે. નાણાંકીય સ્થિતિમાં લાભદાયક ફેરફારો આવશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે તા. ૮, ૯, ૧૦ શુભ.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2BmtbGV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages