મુંબઇ તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
બોલિવૂડના બેતાજ બાદશાહનું બિરુદ મેળવનારા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે હું અક્ષય કુમારના પેંગડામાં પગ ન નાખી શકું.
એક ઇન્ટરવ્યૂમાં એને પૂછવામાં આવ્યું હતું કે તમે અક્ષય કુમારની જેમ વરસની ચાર પાંચ ફિલ્મો કરી શકો કે ? જવાબમાં શાહરુખ ખાને કહ્યું, 'આ સવાલનો જવાબ હું કઇ રીતે આપું ? મારી અને એની કામ કરવાની સ્ટાઇલ અલગ છે. હું મોડી રાત સુધી કામ કરું છું એટલે અક્ષયની જેમ વહેલી સવારે ચાર પાંચ વાગ્યે ઊઠી ન શકું. એ તો સમયનો પાક્કો અને શિસ્તબદ્ધ કામ કરવા માટે ટેવાયેલો છે.'
એ પછી શાહરુખે રમૂજ કરતાં કહ્યું કે અક્ષય પરોઢિયે જ્યારે જોગિંગ કરવા જતો હોય ત્યારે હું પથારીમાં સુવા માટે પડું છું. હું સેટ પર શૂટિંગ માટે જાઉં ત્યારે અક્ષય પેકપ કરીને ઘર ભેગો થતો હોય છે. એટલે અમે બંને કદી સાથે કામ ન કરી શકીએ કે હું એની જેમ વરસની ચાર પાંચ ફિલ્મો ન કરી શકું.
એણે ઉમેર્યું હતું કે કદાચ અમે બંને કોઇ ફિલ્મમાં સાથે કામ કરીએ તો પણ અમે સેટ પર એકબીજાને મળી ન શકીએ એ પ્રકારનું અમારું સમયપત્રક છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2StE9V1
No comments:
Post a Comment