મુંબઇ. તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ખડતલ અભિનેતા રાણા દગ્ગુબાટી પોતાની આગામી ફિલ્મના પાત્રની પૂર્વતૈયારી રૂપે જંગલમાં જંગલી હાથીઓ વચ્ચે રહેવાનો છે એવી જાણકારી મળી હતી.
રાણા જુદી જુદી ત્રણ ચાર ભાષામાં બનનારી ફિલ્મ હાથી મેરે સાથીની તૈયારી કરી રહ્યો છે. મૂળ હાથી મેરે સાથી ૧૯૭૧માં રજૂ થઇ હતી. એમાં બોલિવૂડનો પ્રથમ સુપર સ્ટાર ગણાતો રાજેશ ખન્ના અને અભિનેત્રી તનુજા ચમક્યાં હતાં. આ ફિલ્મ અને એનાં ગીત સંગીત હિટ સાબિત થયાં હતાં.
રાણાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે મારા માટે આ રોલ ચેલેંજિંગ છે. સર્કસના કે પાળેલા હાથી સાથે રહેવાનું બહુ મુશ્કેલ હોતું નથી પરંતુ જંગલમાં મુક્તપણે વિહરતા જંગલી હાથીઓ સાથે દોસ્તી કેળવવી એ બહુ ધીરજ અને હિંમતનું કામ છે. એમાં રિસ્ક છે પરંતુ મને આવાં રિસ્ક લેવાનું ગમે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HSD1Gs
No comments:
Post a Comment