લોસ એન્જીલીસ, તા.૩ ફેબ્રુઆરી, 2019, રવિવાર
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રતિબંધીત ઉત્તર કોરિયામાંથી નુકસાનકારક નકલી પાપણ મંગાવવા બદલ કેલિફોર્નિયાની એક કંપની ઇ.એલ.એફ એ દસ લાખ ડોલર દંડ ભરવાનું સ્વીકાર્યું હતું, એમ અમેરિકાના નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી.
૨૦૧૨થી ૨૦૧૭ વચ્ચે કંપનીએ ચીન સ્થિત બે સપ્લાયરો પાસેથી ૧૫૬ શીપમેન્ટમાં નકલી પાપણની કિટ મંગાવી હતી જેનું નુકસાનકારક મટિરિયલ ઉત્તર કોરિયામાંથી મંગાવવામાં આવ્યું હતું.
'ઇએલએફનો અમલીકરણ કાર્યક્રમ અને સપ્લાયરનો ઓડિટ એ શોધવામાં નિષ્ફળ રહ્યું કે ઇએલએફની ચીન સ્થિત કંપનીના માલમાં આશરે ૮૦ ટકા પાપણ નકલી હતું જેમાં ઉત્તર કોરિયાનો મટિરિયલ વપરાયો હતો. કંપની પર ચાર કરોડ ડોલરની પેનલ્ટી કરવામાં આવી હતી, પરંતુ નાણા મંત્રાલયે એ વાતની નોંધ લીધી હતી કે નાની રકમ અને ઇએલએફ દ્વારા પ્રતિબંધના ભંગની જાણ કરાઇ હતી જે બેલાસ્ટિક મિસાઇલ અને પરમાણું પરિક્ષણના કારણે તેની પર લાદવામાં આવ્યા હતા. 'વિદેશથી અને ખાસ તો ઉત્તર કોરિયા જેવા ક્ષેત્રમાંથી જ્યારે માલની આયાત કરાય છે ત્યારે કંપનીઓ સંપૂર્ણ કક્ષાની સપ્લાય ચેનની ચેકિંગ કરતી નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TrK3TK
No comments:
Post a Comment