મુંબઇ તા. 06 ફેબ્રુઆરી 2019, બુધવાર
વધુ પડતો તરવરાટ ધરાવતા અભિનેતા રણવીર સિંઘે તાજેતરમાં કરેલું એેક અવિચારી સાહસ એના ચાહકોને ભારે પડયું હતું.
ઝોયા અખ્તરની આગામી ફિલ્મ ગલી બૉયના પ્રમોશન દરમિયાન રણવીરે કોઇને ચેતવણી આપ્યા વિના અચાનક ક્રાઉડ સર્ફિંગ કર્યું હતું. (ક્રાઉડ સર્ફિંગ એટલે ભીડ પર જંપ મારવો). એના આ વાનરવેડાથી ભીડમાં હાજર એની મહિલા ચાહકોને નાની મોટી ઇજા થઇ હતી.
સ્વાભાવિક રીતેજ સોશ્યલ મિડિયા પર રણવીર ટ્રોલ થયો હતો.
અનેક લોકોએ એની આકરી ટીકા કરી હતી કે આવું અવિચારી સાહસ કરવા પહેલાં ભીડને જાણ કરવી જોઇએ અને સાવધ રહેવાની સલાહ આપવી જોઇએ. રણવીર બેજવાબદાર વ્યક્તિ તરીકે જાહેરમાં વર્તી રહ્યો છે એવી પણ કેટલાક લોકોએ ટીકા કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TEAK3b
No comments:
Post a Comment