
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન એક આદર્શ દંપત્તિ મનાય છે. તેમના વચ્ચેની કડવાશની અફવા સુદ્ધાં નથી ફેલાઈ. વાસ્તવિક જીવનની પતિ-પત્નીની આ જોડી ફિલ્મ 'ગુલાબ જામુનમાં જોવા મળવાની હતી, પરંતુ હાલ આ ફિલ્મનું કામ અટકી પડયું છે. ઐશ્વર્યા અને અભિષેકને રૂપેરી પડદે સાથે લાવવા માટે એક નવી ફિલ્મની શોધ થઇ રહી છે.
ફિલ્મના અનેક વિકલ્પ વિચારાધીન છે. પરંતુ સૂત્રના પ્રમાણે ઐશ્વર્યા અને અભિષેકે રૂપેરી પડદે પ્રેમીપંખીડાની ભૂમિકા ભજવવાની ના પાડી છે. એમના માટે એક એવી વાર્તા શોધાઇ રહી છે, જે પ્રેમાલાપયુક્ત ન હોય, અભિષેક અને ઐશ્વર્યા જ ફક્ત એવા પતિ-પત્ની નથી જેઓને ઓનસ્ક્રિન પર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ આવી જ સમસ્યાનો ભોગ બની ચુક્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GnmEPM
No comments:
Post a Comment