મુંબઇ તા.06 ફેબ્રુઆરી 2019, બુધવાર
આગેવાન ફિલ્મ નિર્માત્રી્ પ્રેરણા અરોરા સામે મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ ૧૭૬ પાનાનું તહોમતનામું રજૂ કર્યું હોવાની માહિતી મળી હતી.
મુંબઇ પોલીસે ગયા વરસે પ્રેરણાની ધરપકડ કરી હતી. પ્રેરણાએ કરેલી આગોતરા જામનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પ્રેરણાએ પહેલાં કેદારનાથ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર અને ત્યારબાદ પરમાણુ તથા સત્યમેવ જયતે ફેમ જ્હૉન અબ્રાહમ સાથે પણ છેતરપીંડી કરી હતી. જ્હૉને મુંબઇ હાઇકોર્ટમાં ધા નાખતાં હાઇકોર્ટે પ્રેરણાને આદેશ આપ્યો હતો કે જ્હૉનને બે કરોડ રૂપિયા ચૂકવી આપવા.
ફિલ્મ કેદારનાથ અને ત્યારબાદ અક્ષય કુમારને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ પેડમેનની નિર્માત્રી પ્રેરણા હતી અને એના પર ઓવા આક્ષેપ હતા કે એ ફિલ્મના યુનિટ મેમ્બર્સને સમયસર પગાર ચૂકવતી નહોતી એટલે વારંવાર કામ અટકી પડતું હતું.
પોલીસે તૈયાર કરેલા તહોમતનામામાં એવો આક્ષેપ કરાયો હતો કે પ્રેરણાએ કેદારનાથ અને પેડમેન ફિલ્મો માટે પોતાની માતાના નામે ૩૧ કરોડની લોન લીધી હતી. કેદારનાથના રાઇટ્સ એની પાસે ન હોવા છતાં એણે આ લોન લીધી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઑફિસ પર હિટ નીવડી હોવા છતાં એણે લોન પરત ભરપાઇ કરવાની તૈયારી દાખવી નહોતી.
પ્રેરણાએ વાંદરાના એેક વેપારી પાસેથી પ્રોપર્ટી ખરીદવાના બહાને નવ કરોડની લોન લીધી હતી. આ લોન પણ પરત કરવાની એની તૈયારી નહોતી એટલે લોન આપનારા વેપારી વાસુ ભગનાનીએ બીજી બે કંપની સાથે મળીને પ્રેરણા સામે પોલીસ કેસ કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJSxrC
No comments:
Post a Comment