વડોદરા,તા,5
,ફેબ્રુઆરી,2019,મંગળવાર
કેન્દ્ર સરકારનું ચૂંટણી પહેલાનું અંતિમ વચગાળાનું બજેટ કાર્યકારી નાણાંમંત્રી પીયુષ ગોયલે ગઈ તા.૧ના રોજ રજૂ કર્યું હતુ. જેમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને રૃપિયા પાંચ લાખ કરવામાં આવી છે. જેનો દેશના ૩ કરોડ લોકોને ફાયદો થશે. આમાં વડોદરાના ૭ લાખ ૧૬ હજારથી વધુ લોકો છે.
વડોદરામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૯ લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા છે. આવકવેરાની મુક્તિ પાંચ લાખ કરતા વડોદરામાંથી હવે પછી ૭ લાખથી વધુ લોકો ટેક્સ 'નિલ ' (ઝીરો) ભરશે.
વડોદરા વિભાગમાં વાર્ષિક ૧૦ લાખથી વધુ આવક ધરાવતા ૪૦ હજાર લોકો છે. જ્યારે ૧ કરોડથી વધુ આવક છે. તેવા ૨ હજાર છે.
મુખ્ય આવકવેરા કમિશનર ડો. રણન્જ્યસિંહ કહે છે કે આવકવેરાના અધિકારીઓએ કરેલા સર્વેમાં લગભગ તમામ વ્યવસાયને આવરી લીધા છે.
રૃા.પાંચ લાખ કરતા વધુ રકમની મિલકતના ટ્રાન્ઝેકશન કરનારને પણ રિટર્ન ફાઈલ કરી દેવા તાકીદ કરાઈ છે. મિલકત વેચી છે તેવા લોકો રિટર્ન ફાઈલ કરતા નથી, તે ખોટું છે કેમ કે તેણે કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડે છે. જેણે અગાઉ પણ મિલકત વેચી હોય તેના છ એસેસમેન્ટ વર્ષની રિટર્નની તપાસ કરવામાં આવે છે. એડવાન્સ ટેક્સ સહિત બાકી વેરા નહી ભરનારને નોટિસ ફટકારીને વસૂલાત કરવામાં આવી રહી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Bl6qn1
No comments:
Post a Comment