અનિલ અંબાણી જુથના શેરોમાં ધોવાણ ચાલુ: રાજકોષિય ખાધ અંદાજ કરતા વધી જતા શેરબજારનું માનસ ખરડાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

અનિલ અંબાણી જુથના શેરોમાં ધોવાણ ચાલુ: રાજકોષિય ખાધ અંદાજ કરતા વધી જતા શેરબજારનું માનસ ખરડાયું

મુંબઈ,તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ  નવ મહિનાના અંતે દેશની રાજકોષિય ખાધ બજેટ અંદાજ કરતા ૧૧ ટકા વધુ રહેતા સરકારે મૂડી ખર્ચ પર મોટો કાપ મૂકવાની  પડેલી ફરજને કારણે તથા પશ્ચિમ બંગાળમાં ખેલાયેલા રાજકીય હાઈ ડ્રામા વચ્ચે  શેરબજારનું માનસ ખરડાયેલું રહ્યું હતું.  પ. બંગાળના રાજકીય ડ્રામાને જોતા આવનારી લોકસભાની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેવાના એંધાણો મળતા  રોકાણકારો સાવચેતી ધરાવી રહ્યા છે.  આ ઉપરાંત  રિઝર્વ બેન્કની આજથી શરૂ થયેલી નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે વ્યાજ દરને લઈને કેવો અભિગમ ધરાવવામાં આવે છે તેના પર પણ બજારની નજર રહેલી છે. આરબીઆઈ નાણાં નીતિની સમીક્ષાની ૭મીએ જાહેરાત કરનાર છે. શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ બીએસઈ સેન્સેકસ ૩૪.૦૭  પોઈન્ટ સાધારણ વધીને ૩૬૬૧૬.૮૧ બંધ રહ્યો હતો જ્યારે નિફટી ૫૦ ઈન્ડેકસ ૨૨.૧૦ વધી ૧૦૯૩૪.૩૫ રહ્યો હતો. સ્મોલ કેપ્સ તથા મિડ-કેપ્સમાં આજે પણ વેચવાલી ચાલુ રહેતા નિફટી સ્મોલ કેપ્સ ૮૪.૧૦ પોઈન્ટ ઘટી ૫૯૫૯.૬૫ બંધ રહ્યો હતો અને નિફટી મિડ-કેપ્સ ૧૩૦.૦૦ ઘટી ૧૬૭૧૦.૦૦ બંધ રહ્યો હતો. એકંદરે સાઈડ માર્કેટ ખરાબ રહ્યું છે. ડિસેમ્બર સુધીના નવ મહિનામાં કેન્દ્રની ગ્રોસ ટેકસ રેવેન્યુમાં માત્ર ૬.૬૦ ટકાનો વધારો થયો છે જ્યારે સુધારિત ટાર્ગેટ ૧૭.૨૦ ટકાનો રખાયો છે. આમ રાજકોષિય ખાધ પર દબાણ વધવાની સંભાવના વધી ગઈ છે. માર્કેટ બ્રેડથ એકંદરે નેગેટિવ રહી હતી. બીએસઈ પર ૮૫૯ શેર વધ્યા હતા જ્યારે ૧૭૦૩ શેરના ભાવ ઘટયા હતા અને ૧૪૭ના  ભાવમાં કોઈપણ ફેરફાર થયો નહતો. અનિલ ધીરુભાઈ અંબાણી જુથના શેરોમાં ધોવાણ આજે પણ ચાલુ રહ્યું હતું. 

 બીએસઈ પર આરકોમ ૨૭.૯૫ ટકા, રિલાયન્સ પાવર ૩૦.૧૨ ટકા, રિલાયન્સ નવલ ૧૩.૩૯ ટકા  તૂટયા   

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) સમક્ષ બેન્કરપ્સી ફાઈલ કરવાની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમે) જાહેરાત  કર્યા બાદ અનિલ અંબાણી જુથની કંપનીઓના શેરભાવમાં  સોમવારથી શરૂ થયેલું ધોવાણ આજે પણ ચાલુ રહ્યું હતું. બીએસઈ પર આરકોમ ૨૭.૯૫ ટકા અથવા રૂપિયા ૨.૧૧ ઘટીને રૂપિયા ૫.૪૪ સાથે નવી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. કંપનીનો શેરભાવ એક તબક્કે નીચામાં રૂપિયા ૫.૦૭ સુધી જોવા મળ્યો હતો. એનસીએલટી સમક્ષ લઈ જવાથી રિલાયન્સ જિઓને આ કંપની સસ્તામાં હસ્તગત કરવાની તક મળી રહેશે એમ જાણકારો માની રહ્યા છે.  અનિલ અંબાણી જુથની અન્ય કંપની રિલાયન્સ પાવર ૩૦.૧૨ ટકા અથવા રૂપિયા ૫.૧૫ ઘટી રૂપિયા ૧૧.૯૫ રહ્યો હતો. રિલાયન્સ નવલ રૂપિયા ૧.૩૫ ઘટી રૂપિયા ૮.૭૩ બંધ રહ્યો હતો. રિલાયન્સ હોમ ફાઈ. રૂપિયા ૦.૪૫ ઘટી રૂપિયા ૨૯.૯૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રા બીએસઈ પર રૂપિયા ૦.૦૫ ઘટી રૂપિયા ૨૨૭.૨૦ બંધ રહ્યો હતો. 

રાજકોષિય ખાાૃધ વાૃધી જતા મૂડી ખર્ચ પર કાપ મૂકવાની પડેલી ફરજાૃથી કેપિટલ ગુડસ શેરોમાં વેચવાલી: એઆઈએ  એન્જિ., લારસન ઘટયા

વર્તમાન નાણાં વર્ષની રાજકોષિય ખાધને કાબુમાં રાખવા સરકારે મૂડી ખર્ચ પર કાપ મૂકયો છે. ડિસેમ્બર સુધીના નવ મહિનામાં મૂડી ખર્ચ બજેટ અંદાજ કરતા ઘણો નીચો રહેતા કેપિટલ ગુડસ ક્ષેત્રની કંપનીઓના શેર ભાવ પર તેની અસર જોવા ંમળી હતી. રૂપિયા ૩૧૬૬૨૩ કરોડના સુધારિત અંદાજ કરતા ડિસેમ્બર ૨૦૧૮ સુધીના નવ મહિનામાં રૂપિયા ૨૧૧૮૨૨ કરોડ જ ખર્ચાયા છે. લારસનનો શેર ભાવ રૂપિયા ૨.૦૫ ઘટી રૂપિયા ૧૩૦૫.૨૦, એઆઈએ એન્જિનિયરિંગ રૂપિયા ૬.૯૦ ઘટી રૂપિયા ૧૬૧૫.૫૦, એસકેએફ રૂપિયા ૯.૯૫ ઘટી રૂપિયા ૧૯૧૯.૮૫, હેવલ્સ ઈન્ડિયા રૂપિયા ૫.૦૦ ઘટી રૂપિયા ૭૩૧.૨૦ બંધ રહ્યો હતો. 

મેટલ શેરોમાં મિશ્ર પ્રવાહ: વેદાંતા, હિન્દ ઝિન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલકો વધ્યા જ્યારે જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયામાં ઘટાડો

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આવનારા ત્રણ-ચાર મહિના સુધી માળખાકીય ક્ષેત્રમાં કામકાજ મંદ પડવાની શકયતાએ મેટલ શેરોમાં મિશ્ર પ્રવાહ જોવાયો હતો. બીએસઈ પર વેદાંતા રૂપિયા ૧.૦૫ વધી રૂપિયા ૧૬૨.૫૦, હિન્દ ઝિન્ક રૂપિયા ૦.૬૫ વધી રૂપિયા ૨૫૫.૨૫, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂપિયા ૦.૬૫ વધી રૂપિયા ૨૭૩.૬૫ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂપિયા ૧૧.૦૫ ઘટી રૂપિયા ૪૬૪.૭૫, કોલ ઈન્ડિયા રૂપિયા ૫.૫૦ ઘટી રૂપિયા ૨૧૬.૫૫, નેલ્કો રૂપિયા ૧.૧૦ ઘટી રૂપિયા ૫૭.૮૦, જિંદાલ સ્ટીલ રૂપિયા ૧.૮૫ ઘટી રૂપિયા ૧૨૯.૦૫ બંધ રહ્યા હતા. 

રિઝર્વ બેન્કની નાણાં નીતિની સમીક્ષા પહેલા મુખ્ય ઓટો શેરોમાં ઉછાળો: હીરો મોર્ટો,બજાજ ઓટો, મારૂતિ, આઈશર મોટર્સ ઊંચકાયા 

રિઝર્વ બેન્કની નાણાં નીતિની સાતમીએ જાહેર થનારી સમીક્ષામાં રિઝર્વ બેન્ક વ્યાજ દર નહીં ઘટાડે પરંતુ તેવા આશ્વાસને ઓટો શેરોમાં રોકાણકારોની નીચા મથાળે લેવાલી નીકળી હતી. હીરો મોટો કોર્પ રૂપિયા ૭૩.૯૫ વધી રૂપિયા ૨૮૫૫.૪૦, બજાજ ઓટો રૂપિયા ૬૫.૧૫ વધી રૂપિયા ૨૭૧૧.૨૫,  મારૂતિ સુઝુકી રૂપિયા ૧૨૭.૯૫ વધી રૂપિયા ૭૦૯૬.૦૦, આઈશર મોટર્સ રૂપિયા ૩૩૧.૩૫ વધી રૂપિયા ૨૦૪૮૮.૯૦ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૯.૪૫ વધી રૂપિયા ૬૮૩.૭૫ બંધ રહ્યો હતો. ક્યુમિન્સ રૂપિયા ૬.૨૫ વધી રૂપિયા ૭૯૭.૦૫ તથા એમઆરએફ રૂપિયા ૩૪.૩૫ વધી રૂપિયા ૬૦૧૦૦ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂપિયા ૪.૭૫ ઘટી રૂપિયા ૧૭૫.૫૫, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૪.૨૦ ઘટી રૂપિયા ૨૨૦.૧૦, મધરસન સુમી રૂપિયા ૧.૭૫ ઘટી રૂપિયા ૧૩૬.૭૦ બંધ રહ્યો હતો. 

સારા પરિણામોએ પીએનબીમાં કરન્ટ: અન્ય બેન્ક શેરોમાં પણ રોકાણકારોનું આકર્ષણ

નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડમાં અટવાયેલી પંજાબ નેશનલ બેન્કના ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટેના પરિણામો સારા રહેતા કંપનીનો શેરભાવ એનએસઈ પર ઈન્ટ્રાડેમાં  ઉપરમાં રૂપિયા ૭૬.૫૦ અને નીચામાં રૂપિયા ૭૨.૦૦ વચ્ચે અથડાઈને છેવટે રૂપિયા ૦.૨૫ વધી રૂપિયા ૭૩.૪૦ બંધ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે કંપનીના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે સાત ટકાનો વધારો થયો છે. બેન્કની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે ઘટી છે. ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૩૮.૪૫ વધી રૂપિયા ૧૫૩૯.૦૦, એકસિઝ બેન્ક રૂપિયા ૮.૬૦ વધી રૂપિયા ૭૨૭.૮૦, કોટક મહિન્દ્રા રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૧૨૭૭.૦૦, એસબીઆઈ રૂપિયા ૦.૯૦ વધી રૂપિાય ૨૮૪.૫૦ બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક રૂપિયા ૫.૩૦ વધી રૂપિયા ૨૧૧૨.૩૦ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૨.૨૫ ઘટી રૂપિયા ૩૫૨.૩૫, ફેડરલ બેન્ક રૂપિયા ૧.૩૦ ઘટી રૂપિયા ૮૬.૭૦, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૧.૯૫ ઘટી રૂપિયા ૧૦૮.૨૫ બંધ રહ્યો હતો. રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક બાદ રિઝર્વ બેન્કની પહેલી જ સમીક્ષા બેઠક આજથી ત્રણ દિવસ માટે શરૂ થઈ છે ત્યારે આ બેઠકના શું પરિણામ આવે છે તેના પર બેન્કિંગ ક્ષેત્રની નજર રહેલી છે.

નફારૂપી વેચવાલીએ ફાર્મા શેરોમાં નબળાઈ: ઓરોબિન્દો, સન, કેડિલા હેલૃથ, ગ્લેન માર્ક, સિપ્લા, લ્યુપિન તૂટયા

ફાર્મા શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા ઓરોબિન્દો એનએસઈ પર રૂપિયા ૨૦.૪૫ ઘટી રૂપિયા ૭૪૩.૫૦ બંધ રહ્યો હતો. લ્યુપિન રૂપિયા ૧૮.૨૦ ઘટી રૂપિયા ૮૩૭.૭૦, ગ્લેનમાર્ક  રૂપિયા ૧૦.૮૫ ઘટી રૂપિયા ૬૩૫.૪૫, કેડિલા હેલ્થ રૂપિયા ૪.૦૫ ઘટી રૂપિયા ૩૧૪.૮૫, સન ફાર્મા રૂપિયા ૪.૯૦ ઘટી રૂપિયા ૪૦૯.૯૦, સિપ્લા રૂપિયા ૧.૬૦ ઘટી રૂપિયા ૫૦૮.૦૦, ગ્લેકસો રૂપિયા ૮.૦૦ ઘટી રૂપિયા ૧૩૯૬.૧૦ બંધ રહ્યો હતો. ડો. રેડ્ડીઝ લેબ્સ રૂપિયા ૮૬.૨૫ વધી રૂપિયા ૨૮૨૧.૪૫, દીવિસ લેબ્સ રૂપિયા ૬.૭૦ વધી રૂપિયા ૧૬૧૬.૧૫ બંધ રહ્યો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2t4HMSZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages