જૂની શરતના બદલે નવી શરતની જમીન પધરાવી બિલ્ડર સાથે લાખોની ઠગાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

જૂની શરતના બદલે નવી શરતની જમીન પધરાવી બિલ્ડર સાથે લાખોની ઠગાઇ

વડોદરા, તા.5 ફેબ્રુઆરી 2019, બુધવાર

ભાયલીની કીમતી જમીનના અનેક વ્યક્તિઓને બાનાખત કરી આપી એક બિલ્ડર સાથે જમીન માલિકોએ દસ્તાવેજ કરી 19 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડર ઘનશ્યામ ચતુર પટેલની ઓફિસે 11 વર્ષ પહેલા જમીન દલાલ નેહલ મનુભાઈ પટેલ આવ્યા હતા અને ભાયલી ગામની જમીન વેચાણ માટે જણાવતા ઘનશ્યામભાઈએ હા પાડી હતી.

ત્યારબાદ બાનાખત કરી લેવામાં આવ્યું હતું અને ત્રણ મહિના બાદ આ જમીનનો દસ્તાવેજ કરી બિલ્ડરે રૂપિયા 19 લાખ રૂપિયા ચેકથી પેમેન્ટ કર્યું હતું. જોકે રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવવા જતાં બિલ્ડરને જાણ થઈ હતી કે જમીન માલિકો પૈકી એક મહિલાએ અન્ય મહિલાના નામનો ફોટો ચોટાડી જમીન પોતાના નામે કરી હતી.

એટલું જ નહીં પરંતુ જૂની શરતની જમીન હોવાનું કહ્યું હતું પરંતુ આ જમીન નવી શરતની જણાતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવા હોવા અંગે બિલ્ડરે જમીન દલાલ સહિત 6 ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DfhBh9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages