જમીનનું બોગસ બાનાખત તૈયાર કરી કોર્ટમાં બે દાવા દાખલ કર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

જમીનનું બોગસ બાનાખત તૈયાર કરી કોર્ટમાં બે દાવા દાખલ કર્યા

 વડોદરા,તા.5 ફેબ્રુઆરી, મંગવાર

શહેર નજીક આવેલા સુખલીપુરા ગામની જમીનનું બોગસ બાનાખત તૈયાર કરી તેના આધારે કોર્ટમાં દાવો કરનાર ગામના ભેજાબાજ સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

સુખલીપુરા ગામમાં રહેતા ઘનશ્યામ વિનુભાઇ પટેલ ખેતી કરે છે. ગામની સીમમાં વડીલોપાર્જીત ૨૩૮૭૬ ચો.મી. જમીન આવેલી છે. આ જમીનના રેવન્યુ રેકર્ડમાં ઘનશ્યામભાઇના પિતા ઉપરાંત અન્ય છ વારસદારોના નામો હતાં. જો કે પિતાનું માર્ચ ૨૦૧૨માં અવસાન થયા બાદ આ જમીનમાં તેમના વારસદારોના નામો ઉમેરાયા હતાં. પિતાના અવસાનના ત્રણ માસ બાદ ઘનશ્યામભાઇને  ગામમાં રહેતો રણજીતસિંહ રમણભાઇ પરમાર ઘેર મળવા આવ્યો હતો અને તમારી જમીન પૈકી હિસ્સાની ૧૧૯૩૮ ચો.મી. જમીન જુલાઇ-૨૦૦૮માં રૃા.૧૦૦ના સ્ટેમ્પ પર પિતાએ વેચાણ મને આપી છે તેમ કહી બાનાખતની નકલ આપી હતી.

બાનાખતની નકલ જોતા સાક્ષી તરીકે માતા મીનાબેનનો પણ ઉલ્લેખ હતો જેથી ઘનશ્યામભાઇએ માતાને પૂછતા તેમણે કોઇ સહી કરી નથી તેમ જણાવ્યું હતું. આ અંગે બાદમાં ઘનશ્યામભાઇએ જિલ્લા પોલીસ અઘિક્ષકને તપાસ કરવા અરજી આપી હતી. તાલુકા પોલીસ દ્વારા બાનાખતમાં સહીઓ કરનારાઓના હસ્તાક્ષર મેળવી ગાંધીનગર એફએસએલમાં મોકલતા બાનાખત લખી આપનાર ઘનશ્યામભાઇના પિતા, સાક્ષી તરીકે સહી કરનાર માતા અને અરવિંદભાઇ પટેલની સહી બોગસ  હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

મહત્વની બાબત એ છે કે રણજીતસિંહ પરમારે બોગસ બાનાખત તૈયાર કર્યા બાદ તેના આધારે કોર્ટમાં વર્ષ-૨૦૧૮માં બે દાવા પણ દાખલ કર્યા હતાં. આ અંગે ઘનશ્યામભાઇની ફરિયાદના આધારે તાલુકા પોલીસે સુખલીપુરા ગામમાં રહેતા રણજીતસિંહ રમણભાઇ પરમાર, ગોપાલ બાબરભાઇ પરમાર અને પ્રવીણ ઇશ્વરભાઇ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gbtt7R

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages