મુંબઈ,તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે માગ પાંખી હતી. વેપારો છૂટાછવાયા હતા. ભારતમાં હવામાન મિશ્ર હતું. વિશ્વ બજારમાં અમેરિકા-શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈઆટ ૨૩થી ૨૪ પોઈન્ટ પ્લસમાં હતો આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૪થી ૫ પોઈન્ટ ઉંચા બોલાયા હતા. મલેશિયાના પામતેલ બજારો બંધ રહ્યા હતા તથા બુધવારે પણ ત્યાં રજા પાળવામાં આવનાર હોવાના સમાચાર હતા.
અમેરિકા-શિકાગો બજારના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૧૧થી ૧૨ પોઈન્ટ નરમ હતો સોયાબીનનો વાયદો ૬થી ૧૦ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૬૫ બોલાયા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૨૦થી ૯૩૦ તથા ૧૫ કિલોના રૂ.૧૪૮૦થી ૧૪૯૦ હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૧૨થી ૭૧૫ વાળા જોકે વધી રૂ.૭૧૫થી ૭૧૮ હતા.
મુંબઈઆમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૭૬૦ હતા. પામકતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૪૬ વાળા ૬૪૩ બોલાયા હતા જેએનપીટીના ભાવ રૂ.૬૪૩ વાળા ૬૪૦ હતા. નવી માગ ધીમી હતી તથા માંડ ૪૦થી ૫૦ ટનના વેપારો થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૬૭ હતા.
વાયદા બજારમાં સાંજે સીપીઓના ભાવ રૂ.૫૬૯ તથા સોયાતેલ વાયદાના ભાવ ૭૭૨.૫૦ હતા. મહારાષ્ચ્ર સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ચ્રમાં લુઝ તેલના વેચાણ પર પ્રતિબંધમાં જે રાહત આપવામાં આવી હતી તે રાહત વધુ ૧૨ મહિના માટે ચાલુ રાખવામાં આવનાર છે. આના પગલે મહારાષ્ટ્રના તેલ બજારમાં વેપારર્વર્ગમાં રાહતની લાગણી ફેલાયાનું જણાવ્યું હતું.
ન્યુયોર્કના કોટન વાયદો ઓવરનાઈટ ૭૭થી ૮૮ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા. મુંબઈમાં કોપેરલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૪૪૦ વાળા વધુ નીચા ઉતરી આજે રૂ.૧૪૧૦ હતા. દક્ષિણના સમાચાર વેચવાલી બતાવતા હતા. મુંબઈમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૫૦ જયારે રિફા.ના ભાવ ૭૬૫થી ૭૬૦ હતા. ડિગમ તથા રિફા.ના ભાવ વચ્ચેનો તફાવત ઘટી રહ્યાના નિર્દેશો હતા. સનફલાવરના ભાવ રૂ.૭૫૫ તથા રિફા.ના રૂ.૮૧૦ હતા.
જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૫ વાળા ૮૦૦ બોલાતા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવ સિંગખોળના રૂ.૨૫૮૦૦ વાળા વધુ ઘટી ૨૫૩૦૦ હતા એરંડા ખોળના ભાવ રૂ.૪૯૫૦ વાળા ૫૦૦૦ હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. મુંબઈ હાજર બજારમાં દિવેલના ભાવ એફએસજી કંડલાના ૧૦૪૭ વાળા ૧૦૪૪ હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ જોકે રૂ.૫૧૪૦ના મથાળે શાંત હતા.
દરમિયાન મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૮ હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૬ હજાર ગુણી નોંધાઈ હતી તથા ૨૦ કિલોના જાતવાર રૂ.૭૮૦થી ૮૦૦ તથા ઉંચામાં ભાવ રૂ.૮૮૫થી ૯૨૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૪૫થી ૭૩૭.૫૦ ડોલર હતા.
દરમિયાન આઈટીએસના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં ૫૧થી ૫૨ ટકા ઘટી આશરે ૧૧૨૭૪૫ ટન થઈ છે જે જાન્યુ.માં આ ગાળામાં ૨૩૪૧૦૫ ટન થઈ હતી. ચીનમાં નવા વર્ષની રજાના પગલે મલેશિયાથી નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ ૩૦ હજાર ગુણી આવી ેહતી તથા મથકોએ હાજર એરંડાના ભાવ ગામડાના રૂ.૯૯૦થી ૧૦૦૦ રહ્યાના સમાચાર હતા. એરંડા વાયદા બજારમાં સાંજે ફેબુ્રઆરી વાયદાના ભાવ રૂ.૨૪ નરમ હતા જ્યારે માર્ચ વાયદાના ભાવ રૂ.૨૬ માઈનસમાં હતા.
સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૨.૫૦થી ૨.૯૦ ઉંચા બોલાયા હતા સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૧.૬૫થી ૨.૧૦ પ્લસમાં હતા. અમેરિકામાં શિકાગો બજારમાં આજે પ્રોજેકશનમાં સાંજે ભાવ સોયાખોળના વાયદાના ૨૫ પોઈન્ટ નરમ હતા. સોયાબીન વાયદાના ભાવ સાંજે પ્રોજેકશનમાં ૧૩૮ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HT6eRn
No comments:
Post a Comment