નવા કોન્ટ્રેકટસને પાર પાડવા દેશની આઈટી કંપનીઓ પર કર્મચારીઓ પાછળના ખર્ચમાં વધારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

નવા કોન્ટ્રેકટસને પાર પાડવા દેશની આઈટી કંપનીઓ પર કર્મચારીઓ પાછળના ખર્ચમાં વધારો

મુંબઈ,તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર

દેશની સેવા ક્ષેત્રની કંપનીઓ માટે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષા કરતા સારા રહ્યા છે. તંદૂરસ્ત ઓર્ડરો મળવાને પગલે તથા બીજા ઓર્ડરો પણ હાથમાં હોવાથી ગાઈડન્સ પણ સારા રહ્યા છે. જો કે નવા ઓર્ડરોને પહોંચી વળવા આ કંપનીઓએ ભરતી પણ આક્રમક કરવી પડી હોવાથી તેમણે માર્જિન પર દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્તમાન નાણાં  વર્ષના છેલ્લા બે ત્રિમાસિકમાં  ંમાગમાં વધારો થયો છે, જેને કારણે ભારતની આઈટી કંપનીઓએ દેશની અંદર ભરતીની માત્રામાં વધારો કરવાની ફરજ પડી છે એટલું જ નહીં સબ-કોન્ટ્રેકટર્સ સાથે પણ કામકાજ વધારવાનો વારો આવ્યો છે એમ આ ક્ષેત્રના એક વિશ્લેષકે જણાવ્યું હતું.

આ પ્રોજેકટસની કિંમત લગભગ સરખી છે ત્યારે આઈટી કંપનીઓ ખર્ચમાં થયેલા વધારાથી પડેલી અસરને વિદેશના કામકાજ મારફત ઘટાડાવાનો પ્રયાસ કરી રહી છે.

દેશની આઈટી કંપનીઓ માર્જિનના દબાણને હળવું કરવા પોતાના વેપાર અને કાર્યકારી મોડેલ્સને વિકસાવવાનું ચાલુ રાખશે જેથી નફાશક્તિ અને ટર્નઓવરમાં વધારો કરી શકે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, ત્રીજા ત્રિમાસિકમાં ઈન્ફોસિસે ૧૪ મોટા કોન્ટ્રેકટ પ્રાપ્ત કર્યા હતા જેનું મૂલ્ય અંદાજે ૧.૬૦ ડોલર રહ્યું હતું, જ્યારે ટીસીએસને ૫.૯૦ અબજ ડોલરના કોન્ટ્રેકટ મળ્યાનું જોવાયું હતું. 

મોટી આઈટી કંપનીઓ પોતાના ગ્રાહકોની આવશ્યકતા નવી ભરતી કરીને પૂરી કરી શકે છે પરંતુ મધ્યમ અને નાના કદની કંપનીઓ માટે આ ખર્ચ વધારવાનું પડકારૂપ બની શકે છે એમ એનાલિસ્ટે વધુમાં જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2t3jY1U

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages