ક્રૂડતેલમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,તા. 06 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મુંબઈ ઝેવરી બજારમાં આજે ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા સોનાના ભાવ ધીમા ઘટાડા પર હતા. વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ વધતા અટકી નીચા ઉતરતાં તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે ફંડવાળા ફરી ખરીદવા નિકળ્યાની ચર્ચા હતી. વિશ્વ બજારમાં આના પગલે આજે કિંમતી ધાતુઓ ઉંચકાઈ હતી. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૮૦ વાળા ૭૧.૭૦ ખુલી રૂ.૭૧.૮૧ થયા પછી ઝડપી ઘટી રૂ.૭૧.૫૬ બંધ હતા. ડોલરના ભાવ ૨૪ પૈસા નરમ હતા જયારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૮ પૈસા ગબડી રૂ.૯૩.૦૫ થઈ ૯૩.૦૭થી ૯૩.૦૮ બોલાયા હતા. યુરોના ભાવ ૫૦ પૈસા ઘટી ૮૧.૭૨ હતા.
દરમિયાન, સોનાના ભાવ વિશ્વ બજારમાં ઔંશના નીચામાં ૧૩૧૧.૨૦ તથા ઉંચામાં ૧૩૧૫.૭૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૩૧૩.૯૦થી ૧૩૧૪ ડો લર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૩૩૨૫૦ વાળા ૩૩૩૧૦ થઈ રૂ.૩૩૨૧૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૩૩૭૫ વાળા ૩૩૪૩૫ થઈ ૩૩૩૪૦ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા બોલાયા હતા.
દરમિયાન, મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૦૧૧૦ વાળા ૪૦૪૪૫ થઈ રૂ.૪૦૩૧૫ લ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૦૨૦૦થી ૪૦૨૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૮૦૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ૧૫.૮૨ થયા પછી ૧૫.૯૩ ડોલર થઈ સાંજે ભાવ ૧૫.૮૪થી ૧૫.૮૫ ડોલર બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ સાંજે ઔંશના વધી ૮૨૧.૭૦થાી ૮૨૧.૭૦થી ૮૨૧.૮૦ ડોલર હતા.
પેલેડીયમના ભાવ વધી ૧૩૬૮.૯૦થી ૧૩૬૯ ડોલર હતા. સોના તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત જે તાજેતરમાં ઘટયો હતો તે હવે ફરી વધી રહ્યાના નિર્દેશો વચ્ચે ખેલાડીઓમાં આ પ્રશ્ને ખાસ્સી ચર્ચા જોવા મળી હતી. દરમિયાન, ડોલર નીચે ઉતરતાં વિશ્વ બજારમાં બુલિયન ધાતુઓ પણ વધી આવી હતી જયારે સામે ક્રૂડતેલના ભાવ નરમ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે તાજેતરમાં ઉંચામાં ૬૪ ડોલર નજીક પહોંચ્યા હતા તે ઘટી સાંજે ૬૨.૨૫થી ૬૨.૩૦ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ઘટી સાંજે ૫૪.૪૦થી ૫૪.૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીન અને અમેરિકા વચ્ચે ચાલતી વાતચીત વચ્ચે હવે બન્ને દેશોના પ્રમુખો ફેબુ્ર.ના છેલ્લા સપ્તાહમાં વિયેતનામમાં મિટિંગ કરવા ભેગા થવાના હોવાના સમાચાર હતા. આ ગતિવિધી પર હવે વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.
કોપરના ભાવ ન્યુયોર્ક વાયદા બજારમાં સાંજે ૦.૩૦ ટકા ઉંચા બોલાયા હતા જ્યારે લંડન એક્સ.માં કોપરના ભાવ ૩ મહિનાની ડિલીવરીના ટનદીઠ વધી ૬૨૦૦ ડોલરની સપાટી વટાવી ગયા હતા.
ત્યાં ટીનના ભાવ આજે ૨૦૮૫૭ ડોલર, નિકલના ભાવ ૧૩૦૯૭ ડોલર, એલ્યુ.ના ૧૯૨૨ ડોલર, જસતના ૨૭૬૯ ડોલર તથા સીસાના ભાવ ૨૧૨૨ ડોલર બોલાયા હતા. કોપરનો સ્ટોક ૧૦૦ ટન ઘટયો હતો જ્યારે જસતન ોસ્ટોક ૨૨૫ ટન તથા એલ્યુ.નો સ્ટોક ૧૦૦૦ ટન વધ્યાના સમાચાર હતા. અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયો હતો. નિકલનો સ્ટોક ત્યાં ૩૩૬ ટન, સીસાનો ૧૯૫૦ ટન તથા ટીનનો સ્ટોક ૩૦ ટન ઘટયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HRlI8F
No comments:
Post a Comment