સુરત, તા. 5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નવજાત બાળકોને રસ્તે રઝળતા મૂકીને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. લિંબાયત શિવાજી નગર ખાતે નવા બંધાતા મકાનની દીવાલ પાસે આજે સવારે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લીંબાયત વિસ્તારમાં આવેલા શિવાજી નગર ખાતે મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મકાનની દીવાલ પાસે આજે સવારે એક નવજાત બાળક મૃત હાલતમાં પડેલું હતું. આ અંગે કોઈએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરીને બાળકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાળકના શરીર પર કપડા ન હતા. જો કે અધૂરા માસે જન્મ હોય એવી શક્યતા સેવાઈ રહી છે. કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા કે અન્ય કોઇ કારણસર પોતાના નવજાત બાળકને રસ્તે રઝળતી હાલતમાં ત્યજી ગયા હતા. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJZEjO
No comments:
Post a Comment