સુરત, તા. 5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
સુરત શહેરમાં વિસ્તારોમાં કાપોદ્રાના કારખાનેદાર સહિત ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રામાં આવેલા ચીકુવાડી ખાતે સરિતા સંગમ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય જીતેન્દ્રભાઈ પુજાભાઈ ગોધાણી ગઈકાલે રાત્રે ઘર પાસે ઝેરી દવા ગટગટાવી ગયા હતા તેથી તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે જીતેન્દ્રભાઈ મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના ટાણા ગામના વતની હતા. તે કાપોદ્રા ખાતે શિવકુપા ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદારીમાં કારખાનું ધરાવતા હતા. જોકે તેઓએ માલ આપેલાનું પેમેન્ટ ફસાઈ ગયું હતું જેના કારણે તેઓ ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા તેમના પરિવારે દર્શાવી હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ આદરી છે.
બીજા બનાવની વિગત મુજબ અમરોલી ખાતે શ્રીરામ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતી 26 વર્ષીય સોની કુમારી મુન્નાભાઈ પટેલ ગઈ કાલે સવારે ઘરમાં એસિડ ગટગટાવી ગયા હતા. જેથી સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે સોની કુમારીના લગ્ન વર્ષ પહેલા થયા હતા અને એક સંતાનની માતા છે. તેના પતિ એમ્બ્રોડરી ખાતામાં કામ કરે છે.
જોકે, સોની કુમારી રાત્રિના ઘરમાં લાઈટ ચાલુ રાખીને સાડીમાં ભરત કામ કરતી હતી જેથી તેના પતિએ તેને લાઈટ બંધ કરવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ હતી જેથી સોની કુમારી ને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હતું. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RHDNpj
No comments:
Post a Comment