સાહો ફરી વિલંબમાં કેમ પડી એ જાણવા જેવું છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

સાહો ફરી વિલંબમાં કેમ પડી એ જાણવા જેવું છે

હૈદરાબાદ / મુંબઇ તા.06 ફેબ્રુઆરી 2019, બુધવાર 

બાહુબલિ ફેમ અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ સાહો ફરી એકવાર વિલંબમાં પડી હોવાની માહિતી મળવા સાથે એક રસપ્રદ વિગત પણ જાણવા મળી હતી.

મહાનગર મુંબઇના ટ્રાફિકને થોડો હળવો કરવા વાંદરા ઉપનગરથી વરલી સી ફેસ સુધી અરબી સમુદ્રામાં વાંદરા વરલી સી લીંક નામે ખાસ માર્ગ કરોડોના ખર્ચે તૈયાર કરાયો છે. 

સાહોમાં કેટલાક એક્શન સીન્સ માટે આ રોડની જરૂર હતી પરંતુ મુંબઇમાં કલાકો સુધી આ રોડ બંધ રાખીને શૂટિંગ કરવાની સગવડ મળી શકે એમ નહોતી. એટલે સાહોના સર્જકે હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ)માં આ સી લીંકનો સેટ તૈયાર કરાવીને એક્શન શોટ્સ લેવાની વ્યવસ્થા ઊભી કરી હતી.

આ ફિલ્મ ૧૫મી ઑગષ્ટે રજૂ કરવાની એના સર્જકોની ઇચ્છા હોવાથી એ લોકો હવે યુદ્ધના ધોરણે શૂટિંગ કરી રહ્યા છે. એકવાર શૂટિંગ પતે પછી પોસ્ટ પ્રોડક્શનમાં પણ સારો એવો સમય લાગશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I7Yf3l

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages