મુંબઇ તા.06 ફેબ્રુઆરી 2019, બુધવાર
મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીથી બોલિવૂડમાં પ્રવેશેલી ટીવી સ્ટાર અંકિતા લોખંડેએ કહ્યું કે મારાં લગ્નની ચિંતા મિડિયાએ શા માટે કરવી જોઇએ એ મને સમજાતું નથી.
'હાલ મારું સંપૂર્ણ ધ્યાન મારી કારકિર્દી પર કેન્દ્રીત છે. અત્યારે મને લગ્નનો વિચાર કરવાનીય ફુરસદ નથી. નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાની મારી કોઇ યોજના નથી. મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ સાચા નથી' એમ અંકિતાએ કહ્યું હતું.
એણે ઉમેર્યું કે લગ્ન કર્યા પછી શું ? એનો વિચાર પણ કોઇ કરતું નથી. એટલે અત્યારે મેં મારું સંપૂર્ણ ધ્યાન મારી કારકિર્દી પર કેન્દ્રીત કરી દીધું છે. અત્યારે મારે મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. ભવિષ્યમાં હું લગ્ન કરું ત્યારપછી પણ કામ તો કરતી જ રહીશ.
તાજેતરમાં એ પોતાના બૉયફ્રેન્ડ સુશાંત સિંઘ રાજપૂતથી છૂટી પડી હતી. તમે ફરી સુશાંત સાથે કામ કરશો કે એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે હું એક વ્યાવસાયિક અભિનેત્રી છું. સ્ક્રીપ્ટ સારી હશે તો હું જરૂર એની સાથે કામ કરવાનું વિચારીશ. વ્યાવસાયિક કલાકારને ગમા-અણગમા સેવવાનું પરવડે નહીં.
હકીકતમાં અંકિતા અને સુશાંત વચ્ચે લગભગ છેલ્લાં છ વર્ષથી અફેર ચાલતો હતો અને બંને જતે દિવસે લગ્ન કરી લેશે એવી સૌની ધારણા હતી. પરંતુ સંજોગવશાત્ બંને છૂટાં પડી ગયાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Bn743j
No comments:
Post a Comment