કોંગ્રેસના ઉંજાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

કોંગ્રેસના ઉંજાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું

ગાંધીનગર, તા. 02 ફેબ્રુઆરી 2019, શનિવાર

મહેસાણા જિલ્લાના 21-ઊંઝા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબેન ડી. પટેલે આજે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. આશાબેનના રાજીનામા સાથેજ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આશાબેને રાજીનામા પાછળ એવું કારણ આપ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કોઈ પ્રકારનો મનમેળ નથી.

અમારી ખૂબ જ અવગણના કરવામાં આવે છે. કોંગ્રેસના નાના મોટા કાર્યક્રમોની અંદર અમને બેસવા માટે અમને ખુરશી પણ અપાતી નથી. હું છેલ્લા એક વરસથી આ તમામ બાબતો કોંગ્રેસના નેતાઓને જણાવતી આવી છું. આખરે કંટાળીને મેં રાજીનામું આપ્યું છે.

બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ મિડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાના ભારથીજ પડી રહી છે. આશાબેને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સારો નિર્ણય કર્યો છે. આશાબેન સહિતના કોંગ્રેસના જે કોઈ નેતાઓને આવવું હોય તેના માટે ભાજપના દરવાજા હમેશા ખુલ્લા છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIsgIk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages