ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં નિવૃત I.P.S. જે.કે ભટ્ટની નિમણુંક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં નિવૃત I.P.S. જે.કે ભટ્ટની નિમણુંક



ગાંધીનગર તા.2 ફેબ્રુઆરી 2019, શનિવાર

રાજયમાં કાર્યરત ગુજરાત માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી જે.કે ભટ્ટની આયોગના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. 

આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં સભ્ય તરીકે જે.કે. ભટ્ટને નિમણુંક આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય કરાયો હતો જેને રાજ્યપાલે મંજુર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી માટેની સમિતિમાં મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષ સ્થાને, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાશ્રી અને ગૃહ મંત્રી સભ્ય તરીકે હોય છે. 

તેમણે ઉમેર્યુ કે, રાજય માનવ અધિકાર આયોગ ત્રણ સભ્યોનું બનેલુ હોય છે. જેમાં આયોગના ચેરમેન તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયાધીશ સુ.શ્રી અભિલાષા કુમારીજી અને નિવૃત જિલ્લા અને સેશન્સ જજ શ્રી એમ.એચ. શાહ સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Sdf9lu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages