
સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
વેડરોડ કુબેરનગરના વૃધ્ધ રત્નકલાકાર મનસુખભાઇ ચાવડાના ઘરમાં ચાર મહિનાથી કપડા, ચાદર, ચલણી નોટ ભેદી રીતે ફાટી જવાની વિચિત્ર ઘટના બની રહી છે. ઇલેકટ્રીક વાયરો પણ કપાઇ જાય છે. ઘટનાઓને પગલે પડોશીઓમાં ગભરાટ છે. જોકે, સત્યશોધક સભાએ આ બાબતને અંધશ્રધ્ધા ગણાવીને તપાસ શરૃ કરી છે. ઘરમાં દરવાજાને તાળુ મારેલું હોય અને ઘરમાં કોઇ ન હોય ત્યારે પણ આવી ઘટના બની ચુકી હોવાની વાત છે. સ્કૂલમાં ભણતા બાળક હાર્દિક ચાવડાનો યુનિફોર્મ પણ કપાઇ જાય છે અને તેના શરીરે ઉઝરડા પડે છે
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJ4RYZ
No comments:
Post a Comment