પડોશીના રૂમમાં માતા પહોંચી જતા 9 વર્ષની બાળકી પીંખાતા બચી ગઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

પડોશીના રૂમમાં માતા પહોંચી જતા 9 વર્ષની બાળકી પીંખાતા બચી ગઇ


- હવસખોરે બાળકીનું મોઢું દબાવતા તેની સાથે આવેલી બાળકીની રૂમની બહાર ભાગી અને હકીકત  જાહેર કરતા યુવાન ભાગી ગયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર

પાંડેસરામાં ગત બપોરે ઘર નજીક રમતી નવ વર્ષીય બાળકીને વિમલ લાવી આપવાના બહાને પોતાના રૂમમાં બોલાવી પાડોશી યુવાને તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકી સાથે રમતા તેના ભાઈએ આ અંગે તેની માતાને જાણ કરતા તે દોડી ગઈ હતી.તેથી બાળકી બચી જવા પામી હતી. તે સમયે સ્થળ ઉપરથી ભાગી છૂટેલા પાડોશી યુવાનને બાદમાં પાંડેસરા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી નવ વર્ષીય બાળકી નિર્ભયા (નામ બદલ્યું છે) ગત બપોરે પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે સામે રૂમમાં રહેતા નંદન ચંદેશ્વર શાહુએ ઉપર થી રૂ.૧૦ ફેંકી વિમલ લાવી આપવા કહ્યું હતું. આથી નિર્ભયા બાજુમાં રહેતી એક બાળકી સાથે તેના રૂમ ઉપર વિમલ આપવા પહોંચી હતી. રૂમની બહાર ઉભેલા નંદને નિર્ભયાને રૂમની અંદર મોકલી હતી અને તેની પાછળ જઇ મોઢું દબાવતા સાથે આવેલી બાળકી ત્યાંથી ભાગી હતી. નંદને નિર્ભયાને ચડ્ડી ઉતારવાં કહેતા તે રડવા માંડી હતી.

આ તરફ ત્યાંથી ભાગેલી પાડોશીની બાળકીએ બનાવ અંગે નિર્ભયાના ભાઇને જાણ કરતાં તેણે માતા પાસે દોડી જઇ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આથી નિર્ભયાની માતા નંદનના રૂમ તરફ દોડી હતી.તે સમયે જ નંદન તેના રૂમમાં થી બહાર નીકળી ભાગી છૂટયો હતો. નિર્ભયાની પાસે થી હકીકત જાણ્યા બાદ તેની માતા એ નંદન વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એ કે દેસાઈ કરી રહ્યા છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RM35mo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages