ખુલ્યા વગર જ ખંડેર બની રહેલી કેન્સર હોસ્પિટલ શરૂ થવાના સંકેત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

ખુલ્યા વગર જ ખંડેર બની રહેલી કેન્સર હોસ્પિટલ શરૂ થવાના સંકેત


ભાવનગર, તા. 06 જાન્યુઆરી 2019, મંગળવાર

ભાવનગરની સિવીલ હોસ્પિટલ સંકુલમાં કેન્સર હોસ્પિટલનું બિલ્ડીંગ બન્યાને મહિનાઓ નહીં વર્ષો થયા પરંતુ દર્દીઓ માટે હોસ્પિટલ હજુ સુધી ખુલ્લી જ નથી ! આ હોસ્પિટલ શરૂ કરવા આડેનું ગ્રહણ હટતું નથી અને દર્દીઓને કેમોથેરાપી, રેડીયેશન લેવા માટે અમદાવાદ જવુ પડે છે. આ હોસ્પિટલના તાળા હવે ખુલે તેવા ઉજળા સંકેતો મળ્યા છે.

ભાવનગર સિવીલ હોસ્પિટલમાં કેન્સરની સારવારની વ્યવસ્થા છે પરંતુ રેડીયેશન સહિતની સુવિધા ન હોય દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે. આ સુવિધા સાથેની કેન્સર હોસ્પિટલ શરૃ કરવાની જાહેરાત વર્ષો પહેલા થઇ અને બિલ્ડીંગ પણ કરોડોના ખર્ચે બની ગયુ. વ્હાણા વહી ગયા પણ આ હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે ખુલી નથી. રોગી કલ્યાણ સમિતી પણ કશુ ઉકાળી શકી નથી તો ધારાસભ્ય પણ નવી હોસ્પિટલની જાહેરાત કરી આને ભુલી જાય છે ! હવે આ દુવિધાનો ટૂંક સમયમાં અંત આવે તેવા સંજોગો સર્જાયા છે.

ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં તબીબી સેવા માટે સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદની હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. આ હોસ્પિટલના તબીબો અહીં સેવા માટે કરારબધ્ધ થતા થોડા સમયમાં જ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થાય તેમ જણાય છે. જોકે, નિષ્ણાંત તબીબી સેવા અને ખાસ કરીને સર્જરી માટે અમદાવાદના તબીબો સેવા આપશે અને તેવો પુર્ણકાલીન રહેશે કે અમુક દિવસ જ અહીં સેવા આપશે તે હજુ સ્પષ્ટ થયુ નથી. હાલમાં તો શરૂ થયા વગર જ બંધ પડેલી હોસ્પિટલ શરૂ થઇ જશે તેમ જણાય છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdpzuT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages