સ્વાઇનફ્લુનું ખપ્પર ભરાતુ જ નથી: વધુ એકનું થયુ મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

સ્વાઇનફ્લુનું ખપ્પર ભરાતુ જ નથી: વધુ એકનું થયુ મોત


ભાવનગર, તા. 06 જાન્યુઆરી 2019, મંગળવાર

સ્વાઇનફ્લુએ ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભરડો લીધો છે. સારવારમાં સ્વાઇનફ્લુના દ્દીોની સંખ્યા વધી રહી છે તો મૃત્યુઆંક પણ અટકતો નથી. આ રોગના ખપ્પરમાં વધુ એક હોમાયો છે. એવન-એનવનનો આ રોગ જાણે કે યમરાજનું બીજુ નામ હોય તેમ માનવ જીંદગીને ભરખી રહ્યો છે.

ત્રીજી ફેબુ્રઆરીએ સારવાર માટે આવેલ ગારિયાધાર તાલુકાના 50 વર્ષીય આધેડનું આજે બપોરે ત્રણેક વાગ્યે નિધન થતા મોતની સંખ્યામાં ઉમેરો થયો છે. આ ઉપરાંત પોઝીટીવમાં પણ વધારો થઇને સંખ્યા 20 ઉપર પહોંચી ગઇ છે તે જોતા આ રોગએ લીધેલા ગંભીર ભરડાની પકડ જોઇ શકાય છે. હજુ 11 શંકાસ્પદ દર્દીઓ પણ સારવારમાં છે અને તેના રીપોર્ટની રાહ છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9Tosw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages