મિશન ઇમ્પોસિબલની સિક્વલોની રિલિઝ ડેટ જાહેર થઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

મિશન ઇમ્પોસિબલની સિક્વલોની રિલિઝ ડેટ જાહેર થઇ

લોસ એંજલ્સ તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર

હોલિવૂડના માતબર અભિનેતા ફિલ્મ સર્જક ટોમ ક્રૂઝની સુપરહિટ સિરિઝ મિશન ઇમ્પોસિબલની હવે પછીની બે સિક્વલો અનુક્રમે ૨૦૨૧ અને ૨૦૨૨માં રજૂ થશે એવા અહેવાલો પ્રગટ થયા હતા.

પેરેમાઉન્ટ પિક્ચર્સે જાહેર કર્યંુ હતું કે મિશન ઇમ્પોસિબલની સાતમી કડી ૨૦૨૧ના જુલાઇની ૨૩મીએ રજૂ કરવાની અમારી યોજના છે એમ વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ જ રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ સિરિઝની આઠમી કડી ૨૦૨૨ના ઑગષ્ટની પાંચમીએ રજૂ થશે.

આ સિક્વલોના ડાયરેક્ટર તરીકે ક્રિસ્ટોફર મૈકારીનું નામ જાહેર થયું હતું. ટોમ ક્રૂઝ ફરી એકવાર આઇએમએફના એજન્ટ એથન હંટ તરીકે રજૂ થશે.

પેરેમાઉન્ટના પ્રવક્તાએ કહ્યંુ કે મિશન ઇમ્પોસિબલઃ ફોલ આઉટની ધૂમ સફળતા પછી અમે ટોમ ક્રૂઝ સાથે આ સિરિઝની વધુ બે કડી બનાવવાનું નક્કી કર્યું હતું.

મિશન ઇમ્પોસિબલની સૌથી પહેલી કડી ૧૯૯૬માં રજૂ થઇ એ સાથે રાતોરાત ટોમ ક્રૂઝ સુપર સ્ટાર્સની હરોળમાં બેસી ગયો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RBXVZT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages